Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

અટીકા વિસ્તારની જમીન સંબંધેની ફરિયાદ રદ કરવાની કવોશીંગ પીટીશન પાછી ખેંચાઇ

રાજકોટ તા. રરઃ અહીંના અટીકા વિસ્તારમાં આવેલ જમીનનો વેચી નાખવા માટે બોગસ અહિંથી ડુપ્લીકેટ પાવર ઓફ એર્ટીની બનાવવા અંગેની ફરિયાદના આરોપીએ ફરીયાદ રદ કરવા કરેલ કવોશીંગ પીટીશન દાખલ કરી હતી, જેને પીટીશનનો નિકાલ થાય તે પહેલો પરત ખેંચી લીધી હતી.

આ કામમાં દેવરાજ કાથરોટીયા (પટેલ) કે જેઓ ભકિતનગર પોલીસ સ્ટેશન રાજકોટમાં ''ફોજદારી'' ફરીયાદમાં ૬ આરોપીઓમાંથી એક છે, અને તેમની સામે રાજકોટના રહીશ પ્રબોધ એલ. મહેતાએ આ કામના આરોપી તેમજ અન્ય આરોપીઓ સામે તેમની માલીકીના જમીનના પ્લોટ અટીકા વિસ્તારમાં આવેલ તે પ્લોટ આ કામના આરોપી તેમજ અન્ય આરોપી સાથે ભેગા મળીને તેમની બોગસ સહીથી ડુપ્લીકેટ પાવર ઓફ એટર્ની બનાવી અન્ય વ્યકિતને બારોબાર વેચી નાંખેલ તેવા મતલબની ફરીયાદ પ્રબોધ મહેતા ભકિતનગર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧ તેમજ ૩૪ આઇ.પી.સી. મુજબ દાખલ કરેલ હતી અને તેમાં હાલના આરોપીએ પણ બોગસ દસ્તાવેજ બનાવવામાં મદદ કરેલ હોય તેમજ આ જગ્યાના માલીકનો પાવર ઓફ એટર્ની બોગસ હોવા છતાં અન્ય વ્યકિતને વેચેલ.

આ કામના આરોપી પટેલ દેવરાજ કાથરોટીયા તેમજ અન્ય આરોપી વિરૂધ્ધ રાજકોટ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ચાર્જશીટ પણ ગુનો બનવા બાબત દાખલ થયેલ આ ચાર્જશીટ સામે હાલના અરજદારે આ ગુના સબબ ફરીયાદમાં તેમનું નામ હોય ફરીયાદ રદ કરવા સામે ગુજરાત હાઇકોર્ટમાં કોસીંગ પીટીશન નંબર દાખલ કરેલ હતી અને તેમાં કોર્ટે તેઓની ધરપકડ ન કરવી તેવો હુકમ કરેલ હતો. પરંતુ ત્યારબાદ હાલના આરોપીએ અગાઉ પણ હાઇકોર્ટમાં ફરીયાદ રદ કરવા પીટીશન દાખલ કરેલ હતી અને જેતે વખતે રદ થયેલ હતી. ફરીયાદી પ્રબોધભાઇની ઉપરોકત રજુઆતને ધ્યાને લેતા હાઇકોર્ટના ન્યાયમુર્તિ શ્રી ઉમેશ એ. ત્રીવેદીએ તમામ પક્ષકારોને તેમના વકીલોને સાંભળી અરજી ફગાવી દેવાનું વલણ ધરાવતા આ કામના આરોપીએ કોસીંગ પીટીશન પરત ખેંચી લીધેલ છે આ કામે મુળ ફરીયાદી વતી હાઇકોર્ટમાં રજુઆત કરવામાં અમદાવાદ ગુજરાત હાઇકોર્ટના વકીલ શ્રી હરેશ એચ. પટેલ, દીનેશ પટેલ, તેમજ રાજેશ પટેલ રોકાયેલ હતા.

(3:40 pm IST)