Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

પત્નિ એસીડ પીવડાવવા-મારકુટ કરવા અંગે પતિનો નિર્દોષ છુટકારો

રાજકોટ, તા., ૨૨: અત્રે રૈયાધાર પાણીના ટાંકા અંગે કાલાવાડ રોડ ઉપર ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાટર્સમાં રહેતી શોભનાબેન રસીકભાઇ ચાવડાએ નોંધાવેલ ફરીયાદ અંગેનો કેસ ચાલી જતાં અદાલતે આરોપી પતિ રસીક ડાયા ચાવડાને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કેસની વિગતવાર હકીકત મુજબ ફરીયાદી શોભનાબેન વા/ઓ. રસીકભાઇ ચાવડા, રહે. રૈયાધાર, પાણીના ટાંકાની પાસે તા.૩૦-૧૧-ર૦૧૭ના રોજ ઝપાઝપી કરી એસીડ પીવડાવી દઇ અને જાનથી મારી નાંખવાની કોશીષ કરવાનો આરોપી રસીકભાઇ ડાયાભાઇ ચાવડા, રહેઠાણ રૈયાધાર, પાણીના ટાંકા પાસે વિરૂધ્ધ આરોપી મુકેલ જે બદલ મુળ ફરીયાદી દ્વારા ગાંધીગ્રામ -ર (યુનિ.) પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી એફ.આઇ.આર. દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી.

આ કેસ ચીફ જયુ. મેજી. રાજકોટની કોર્ટમાં ચાલવા પર રહેતા જેમાં આરોપીના એડવોકેટ સાબીત કરેલ કે આરોપી અને મુળ ફરીયાદી પતિ-પત્ની છે. નાના ઝઘડાને મોટુ સ્વરૂપ આપીને ખોટી ફરીયાદ કરેલ છે. જે પુરાવાઓ અને પંચ, સાક્ષીઓને તપાસતા કયાંય પણ આરોપીએ પરાણે મુળ ફરીયાદી એસીડ પીવડાવવાનું સાબીત થતું નથી અને કેસ પણ સાબીત થતો નથી. આવી ઉપરોકત આરોપીના વકીલ બિપીનકુમાર જે.કટારીયાના  દલીલથી ફલીત થાય છે જેથી નામદાર કોર્ટ આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ.

આ કામે આરોપી તરફે કાયદાના ધારાશાસ્ત્રી બિપીનકુમાર જે.કટારીયા રોકાયેલા હતા.

(3:39 pm IST)