Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ગૌરવ પાર્ક સોસાયટીમાં પેવર બ્લોકનું ખાત મુહુર્ત

વિધાનસભા-૬૯ ના ધારાસભ્ય અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા વોર્ડ નં.૧૦ માં વિકાસકાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. ત્યારે વોર્ડ નં.૧૦ ના ગૌરવપાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં પેવર બ્લોકના કામનું ખાતમુહુર્ત શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી તથા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુકરભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતુૅ ખાતમુહર્ત પ્રસંગે વોર્ડ નં.૧૦ કોર્પોરેટરો બીનાબેન આચાર્ય, િઅશ્વિનભાઇ ભોરણીયા, શહેર ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, પ્રભારી માધવભાઇ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, પૂર્વકોર્પોરેટર પરેશભાઇ હુૅબલ, બળવતસિંહ રાઠોડ, મનીષભાઇ ડેડીયા, ધર્મેન્દ્રભાઇ ભગત, કિશોરભાઇ સોજીત્રા, અશોકસિંહ જાડેજા, જયસુખભાઇ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.

(4:35 pm IST)