Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

રાજકોટના આશુતોષ રબ્બરને સ્પે. ડોમેસ્ટીક સેલ્સ એકસેલન્સ એવોર્ડ

રાજકોટઃ ઓલ ઇન્ડીયા રબ્બર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા નવી દિલ્હી ખાતે આયોજીત નેશનલ રબ્બર કોન્ફરન્સ અન્વયે ભારતમાં રબ્બર ઉદ્યોગના ક્ષેત્રમાં નોંધપાત્ર સિધ્ધી હાંસલ કરનાર ઇન્ડસ્ટ્રીઝને બિરદાવવાનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ સ્થિત આશુતોષ રબ્બર પ્રા.લી.ને ર૦૧૬-૧૭ના વર્ષ માટે સ્પેશ્યલ ડોમેસ્ટીક સેલ્સ એકસેલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આશુતોષ રબ્બરઙ્ગ પ્રા. લી.ને ર૦૧૬-૧૭ના વર્ષ માટે સ્પેશ્યલ ડોમેસ્ટીક સેલ્સ એકસેલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આશુતોષ રબ્બર પ્રા. લી. વતી મેનેજીંગ ડાયરેકટર અને સી.ઇ.ઓ. રાજેશભાઇ કોઠારીએ આ એવોર્ડ સ્વીકારેલ હતો.

આશુતોષ રબ્બર પ્રા. લી. લોધીકા જી.આઇ.ડી.સી., મેટોડા ખાતે ઉત્પાદનના ત્રણ યુનિટો તથા આજી જી.આઇ.ડી.સી. ખાતે ઉત્પાદનનું એક યુનિટ ધરાવે છે. રબ્બર પાર્ટસ તથા થર્મોપ્લાસ્ટીક ઇલેસ્ટોમર (TPETPE) ના ઉત્પાદન ક્ષેત્રે તેઓ છેલ્લા ર૮ વર્ષથી કાર્યરત છે.

(4:13 pm IST)