Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

લક્ષ્મીવાડી હવેલી દ્વારા શનિવારથી વલ્લભાખ્યાન કથા

જલજીત હોલ સામેના મ્યુ. કોર્પો. મેદાનમાં આયોજન : દિપશીખાજી અમૃતવાણી વહાવશે : ૩૦ મીએ પ્રાગટયોત્સવની શોભાયાત્રા

રાજકોટ તા.  ૨૦ : દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીમદ્દ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૨ માં પ્રાગટય ઉત્સવ નિમિતે સપ્તમપીઠ શ્રી મદનમોહનજી પુષ્ટિમાર્ગીય હવેલી ટ્રસ્ટ  લક્ષ્મીવાડી પ્રેરીત વ્રજધામ ગ્રુપ દ્વારા તા. ૨૭ થી તા. ૧ સુધી શ્રી વલ્લભાખ્યાન કથાનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે ૮૦ ફુટ રોડ, શેઠ હાઇસ્કુલસ સામેનો રોડ, જલજીત હોલ સામે આવેલ મ્યુ. કોર્પોરેશન મેદાનમાં આયોજીત વલ્લભાખ્યાનની પોથી યાત્રા તા. ૨૭ ના શનિવારે બપોરે ૩ વાગ્યે વાજતે ગાજતે નિકળી કથા સ્થળે પહોંચશે.

પૂ. ગોસ્વામી અ.સૌ. શ્રી દિપશીખાજી વકતા તરીકે બીરાજી દરરોજ અષ્ટસખાના કિર્તનો ઉપર આગવી શૈલીમાં રરોજ સાંજે ૩ થી ૭.૩૦ કથામૃતનું રસપાન કરાવશે.દરમિયાન તા. ૩૦ ના સાંજે ૭ વાગ્યે શ્રીમદ્દ વલ્લભાચાર્યજીના પ્રાગટયોત્સવની શોભાયાત્રા શ્રી બાલકૃષ્ણલાલજીની હવેલી દરબારગઢથી પ્રસ્થાન થઇ સોનીબજાર, પેલેસ રોડ થઇ વ્રજધામ કથા સ્થળે પહોંચશે.

કથા દરમિયાન વિવિધ મનોરથોની ઉજવણી કરાશે. ધર્મપ્રેમીજનો વૈષ્ણવજનોએ કથા શ્રવણનો લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે. સમગ્ર કથાનું દીશા ટી.વી.ના માધ્યમથી લાઇવ પ્રસારણ થશે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે શ્રી વલ્લભાખ્યાન કથાની વિગતો વર્ણવતા ગોવિંદભાઇ દાવડા, શુભાષભાઇ શીંગાળા, સુખલાલભાઇ માંડલીયા, હર્ષદભાઇ ફીચડીયા, નવિનભાઇ ચંદે, હિતેષભાઇ રાજપરા, હિરેનભાઇ સુચક, પ્રવિણભાઇ પાટડીયા, કિશોરભાઇ જોબનપુત્રા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:39 pm IST)
  • રાજ્યમાં કથળતા શિક્ષણના સ્તરને લઈને હાઇકોર્ટે લીધી ગંભીર નોંધ: માંગ્યો જવાબ:શિક્ષકો ખાનગી ટ્યુશન કરતા હોવાની પણ લીધી ગંભીર નોંધ ;સરકારી શાળાના કથળતા શિક્ષણ અંગે હાઇકોર્ટ ગંભીર access_time 12:47 am IST

  • નરેન્દ્રભાઇ મમતાના ગઢમાંથી બીજી બેઠક ઉપરથી ચૂંટણી લડશે ? ગમે તે ઘડીએ જાહેરાત થવાની સંભાવના: અમિતભાઇ કોલકત્તામાં મહત્વની જાહેરાત કરે તેવી ભારે ચર્ચાઃ ટૂંક સમયમાં પત્રકારોને સંબોધશેઃ પશ્ચિમ બંગાળમાં ભારે ચર્ચા છે કે, નરેન્દ્રભાઇ મોદી વારાણસી ઉપરાંત બીજી બેઠક પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના હોમગ્રાઉન્ડ ઉપરથી લડશે access_time 12:33 pm IST

  • શ્રીલંકામાં થયો વધુ એક બૉમ્બ ધડાકો : બૉમ્બ ડિફ્યુઝલ સવોડ દ્વારા, મળી આવેલ એક બૉમ્બને નિષ્ક્રિય કરતી વખતે થયો બૉમ્બ બ્લાસ્ટ : અત્યાર સુધીમાં અધધધધ 87 જીવતા બૉમ્બ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. access_time 6:32 pm IST