Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

કાલે વિશ્વ પુસ્તક દિન

કોઇપણ પ્રસંગમાં શ્રેષ્ઠ ભેટ આપવી હોય તો તે છે પુસ્તક

 લોકમાન્ય તિલકે જણાવેલ કે, 'હું નરકમાં પણ સારા પુરતકોનું સ્વાગત કરીશ કારણ કે, તેમનામાં એટલી શકિત છે કે તે જયાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે.' જયારે વિશ્વ પુસ્તક દિન શા માટે ઉજવાય છે ? મહાન નાટયકાર વિલિયમ સેકસપીયરનો જન્મ તા. ૨૩/૪/૧૫૬૪ ના રોજ થયો હતો. આ મહાન નાટયકાર, લેખક, પોતે ૩૭ નાટકો, ર૦૦થી વધુ કવિતાઓ લખી છે. વિશ્વમાં સાહિત્ય જગતમાં વિલયમાં પ્રથમ સ્થાન રહ્યું છે. તેઓ પોતાની આર્થિક સ્થિતી જાળવી નોકરી ધંધામાં જોડાયા અને લંડનમાં પ્રખ્યાત કંપનીમાં જોડાયા. નાટક લખવાનું મન થયું અને પછી ગ્લોબ થિયેટરમાં કલમ ઉપાડી આમ થોડાક સમયમાં તો કટાર લેખક તરીકે નામના મેળવી. તેમ પણ જુલિયસ સિઝર, ઓથેલો, હેમ્લેટ, જુલિયેટ, કિંગલીઅર, મેકબેથ જેવી આવી જાણકાર કૃતિઓ વિશ્વમાં સ્થાન મેળવ્યું હતું. આમ તેમણે વિશ્વમાં સર્વકાળના સર્વશ્રેષ્ઠ કવિ તરીકે સ્થાન મેળવી ૩૭ નાટકો, ૧૫૪ સોનેટોની વિપુલ સમૃદ્ઘિ બનાવેલ. આમ, ૧૬૧૬માં પોતાના જન્મદિને જ પોતાનું મૃત્યું થયું અને આમ, વિશ્વના મહાન સાહિત્યકારો જેવાકે, કાર્વાન્ટીસ, સેકસપિયર અને ઈન્કા ગાર્સિલાસો ડિલા વેગાના મૃત્યુ દિન નીમીત્ત્।ે વિશ્વમાં વાંચનનું મહત્વ વધે તે માટે આજના દિવસે અંજલી આપી. ૨૩ એપ્રિલ-૧૬૧૬માં પૂરા વિશ્રમાં યુનેસ્કો દ્વારા સેકસપિયરની પૂણ્યતિથી ''વિશ્વ પુસ્તક દિન'' તરીકે ઉજવાય છે. વ્યકિત સમાજ, દેશ અને રાષ્ટ્રના ઘડતરના કામમાં પ્રથમ જો કોઈ હોય તો તે પુસ્તક છે. આમ, આજે જયારે ''વિશ્વમાં પુસ્તક દિન'' ઉજવાઈ રહ્યું છે ત્યારે પુસ્તક એક અરીસો છે, જે વ્યકિતનો પરિચય તેમજ યોગ્ય માર્ગદર્શન કરે છે અને પુસ્તક દ્વારા એકલતા રહેતી નથી, પુસ્તક કાયમી મિત્ર તરીકે ઉભુ રહે છે અને જીવનમાં દીવાદાંડી એટલે પુસ્તક. માટે જ પુસ્તક મૈત્રી એ જીવનના તડકા અને છાયડામાં આપણી સાથે જ રહે છે અને જીવન પરીવર્તનમાં પુસ્તક એક શ્રેષ્ઠ મિત્ર તરીકે રહ્યો છે.

આજે જયારે વિશ્વમાં ઈલેકટ્રોનિકસ યુગ ચાલી રહ્યો છે ત્યારે કોમ્યુટર, ટી. વી.ના યુગમાં આંતકવાદ, હિંસા, રોગચાળો, મોત, કુટુંબ પતન વિગેરે પ્રોગ્રામો દ્વારા હિન્દુ સંસ્કૃતિનું અધ પતન થઈ રહ્યું છે ત્યારે આ દેશને બચાવવા માટે પ્રત્યે વ્યકિતને પુસ્તક જ બચાવી શકશે. સારૂ વાંચન દ્વારા વ્યકિત નિર્માણ અને સારા વાંચક દ્વારા રાષ્ટ્ર નિર્માણ થઈ શકશે માટે જ કોઈપણ પ્રસંગમાં જો કોઈ શ્રેષ્ઠ ભેટ હોય તો તે પુસ્તક રહેશે. અત્યારે ઈ-રીડર, ઈ-બુકસ, ઓનલાઈન દ્વારા પુસ્તકો મેળવવા આશાન થઈ ગયા છે કોઈપણ પુસ્તક આશાનીથી અને ગમે ત્યાં ગોતી શકો છો પણ કોઈપણ પુસ્તક ઘડીના છઠ્ઠા ભાગમાં ગોતી શકો અને વાંચી શકો છો. તો ચાલો આપણે પુસ્તક દ્વારા વાંચન અને વાંચન દ્વારા રાષ્ટ્ર નિર્માણ કરીએ  પુસ્તકદિન નિમીતે.

જયેશ સંઘાણી

(રાજકોટ, મો.૯૪૨૮૨ ૦૦૫૨૦)

(3:26 pm IST)
  • શ્રીલંકામાં થયો વધુ એક બૉમ્બ ધડાકો : બૉમ્બ ડિફ્યુઝલ સવોડ દ્વારા, મળી આવેલ એક બૉમ્બને નિષ્ક્રિય કરતી વખતે થયો બૉમ્બ બ્લાસ્ટ : અત્યાર સુધીમાં અધધધધ 87 જીવતા બૉમ્બ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. access_time 6:32 pm IST

  • વારાણસીમાં નરેન્દ્રભાઈ સામે પ્રિયંકા ગાંધી જુકાવી રહ્યાની જોરશોરથી ચાલો રહી છે ચર્ચા : કોંગ્રેસ જબ્બરદસ્ત દાવ ખેલવાની તૈયારીમાં : દેશભરમાં ભારે ઉત્તેજના : સત્તાવાર જાહેરાત ગમે તે ઘડીએ શક્ય access_time 9:13 pm IST

  • ઇન્દોરમાં સ્વાઈનફ્લૂનો હાહાકાર ;ગરમીના દિવસોમાં પણ સ્વાઈનફ્લૂનો ફૂફાડો : દર બીજા દિવસે એક દર્દીનું મોત : 35 વર્ષીય મહિલાના મોટ બાદ આ ઘાતક બીમારીથી મૃતકોની સંખ્યા વધીને 60 ના આંકે પહોંચી : છેલ્લા સાડા ત્રણ મહિનામાં સ્થાનિક હોસ્પિટલમાં 206 સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા access_time 1:04 am IST