Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, અધીકારીઓ અને કર્મચારીઓએ ધૂળેટીની ધૂમ ધડાકાભેર કરી ઉજવણીઃ રંગો-ઉમંગોની છોળો માણવા મ્યુનિસીપલ કમિશ્નર પાની પણ પહોંચ્યા

ડીજેના મ્યુઝીક ઉપર એસીપી સરવૈયા,પીઆઇ ગઢવી, પીએસઆઇ સોનારા સહિતનો ક્રાઇમ બ્રાન્ચનો કાફલો નાચ્યો અને અધિકારીઓને નચાવ્યાઃ ચટાકેદાર ખાણીપીણીનો આસ્વાદ પણ સૌએ સાથે મળી માણ્યો

રાજકોટઃ ગઇકાલે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના સતાવાર નિવાસસ્થાન ૧, રેસકોર્ષ રોડ ખાતે સવારથી જ હોળી-ધૂળેટીની શુભેચ્છાઓની આપ-લે સાથે રોનકભરી ઉજવણીની શરૂઆત થઇ હતી જે છેક મોડી બપોર સુધી ચાલી હતી. પોલીસ કમિશ્નર અગ્રવાલ અને પરિવાર ઉપરાંત ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસપી સૈની અને ક્રાઇમ બ્રાન્ચનો સમગ્ર કાફલો તેમજ એસીપી ટ્રાફીક શ્રી ઝાલા અને તેમના સ્ટાફ સહિત કોન્સ્ટેબલ, પીએસઆઇથી માંડી ઉચ્ચ અધીકારીઓ સુધી સૌ કોઇ આ ઉજવણીમાં રંગ-ચંગે જોડાયા હતા અને રંગોના પર્વને ખુબ જ હળવાશભેર આમજનની  માફક માણ્યો હતો. ડીજે ડાન્સ ઉપર ક્રાઇમ બ્રાન્ચનો સમગ્ર કાફલો જુદી-જુદી ધુનો ઉપર નાચ્યો હતો અને પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓને નચાવ્યા પણ હતા. રંગેબેરંગી રંગોની છોળો અને કેસુડા મિશ્રીત પાણીની બૌછાર વચ્ચે આખો માહોલ વૃજમાં ઉજવાતી ધૂળેટી જેવો ભાસતો હતો. આ ઉજવણીમાં મ્યુનીસીપલ કમિશ્નર બંછાનીધી પાની અને તેમનો પરીવાર પણ જોડાયો હતો. ઉજવણીને કચકડે કંડારવા કેટલાક પ્રેસ ફોટોગ્રાફરો અને પત્રકારો તેમજ ઇલેકટ્રોનીકસ મીડીયાના સદસ્યો ઉપસ્થિત રહયા હતા. શ્રીમતી અગ્રવાલ અને શ્રીમતી પાની તેમજ બંન્ને ડીસીપીના પરીવારજનો આ ઉજવણીમાં જોડાયા હતા. તસ્વીરો આ રંગ પર્વ ને પ્રસ્તુત બનાવી રહી છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(3:50 pm IST)