Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

સૌરાષ્ટ્રમાં વર્ષો સુધી ભાજપના પાંચ પાટીદાર સાંસદો હતા, આજે ત્રણ છે

રાજકોટમાં ડો. કથીરીયા, અમરેલીમાં દિલીપ સંઘાણી, જુનાગઢમાં ભાવનાબેન, જામનગરમાં ચંદ્રેશ પટેલ (ચારેય લેઉવા) અને ગોરધનભાઇ જાવિયા (પોરબંદર) ચુંટાયેલાઃ કથીરીયા અને ભાવનાબેનને અટલજીના મંત્રી મંડળમાં સ્થાન મળેલ

રાજકોટ તા. રર : લોકસભાની ચુંટણીની ઉમેદવાર પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં તમામ ૭ બેઠકો પર હાલ ભાજપના સાંસદો ચુંટાયેલા છે જેમાં ૩ કોળી, ર લેઉવા પાટીદાર, ૧ કડવા પાટીદાર અને ૧ આહીરનો સમાવેશ થાય છ.ે જુના સીમાંકન વખતે સૌરાષ્ટ્રમાં ભાજપના એક કડવા પાટીદાર અને ચાર લેઉવા પાટીદાર સહિત પાંચ પાટીદાર સંસદસભ્યો ચૂંટાયેલા હતા, અટલજીની સરકાર પૂર્વે અને પછી ૧૯૯૦ અને ર૦૦૦ના દાયકામાં સૌરાષ્ટ્રમાં વર્ષો સુધી આ પ્રમાણે ચિત્ર રહ્યું હતું. અટલજીની સરકારમાં સૌરાષ્ટ્રમાંથી ડો. વલ્લભભાઇ કથીરીયા અને ભાવનાબેન ચીખલિયા રાજય કક્ષાના મંત્રી હતા. અત્યારે મોદી સરકારમાં પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવિયા રાજય કક્ષાના મંત્રી છે. નજીકના ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાંથી ડો. કથીરિયા (રાજકોટ), શ્રીમતિ ભાવનાબેન ચીખલિયા (જુનાગઢ), ચંદ્રેશ પટેલ (જામનગર) અને દિલીપ સંઘાણી (અમરેલી) લોકસભામાં ભાજપનું પ્રતિનિધિત્વ કરતા હતા. પોરબંદર બેઠક પરથી ભાજપના જ કડવા પાટીદાર ગોરધનભાઇ જાવિયા, લોકસભામાં હતાં. આ પાંચેય પાટીદાર સાંસદોને ત્રણ કે તેથી વધુ વખત ટિકીટ મળી હતી. હવે ર૦૧૯માં ભાજપ કેવી રીતે ટિકીટ આપે છે ? તે ટુંક સમયમાં સ્પષ્ટ થઇ જશે.

(3:47 pm IST)