Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ફિલ્ડમાર્શલ તથા ગોવાણી કન્યા છાત્રાલયમાં સાંસ્કૃતિક સમારોહઃ શહીદોને અંજલી

રાજકોટ : ફિલ્ડમાર્શલ તથા ગોવાણી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓમાં પડેલી સુષુપ્તશકિતઓને બહાર લાવવાના ઉદેશથી એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજના કરવામાં આવ્યું હતું. નૃત્ય, નાટક, હાસ્ય તથા એકપાત્રિય અભિનય સાથે દેશભકિતની ભાવનાથી ભરપૂર અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી એક એકથી ચઢિયાતી કૃતિઓ રજુકરી છાત્રાઓએ સોૈના મન મોહી લીધા હતા. પ્રારંભમાં પુલવામા માં થયેલ આતંકવાદી હુમલામા ંશહીદ થયેલા ભારતના વીર જવાનોને મોૈન શ્રધ્ધાંજલી આપવામાંઆવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ચંદુભાઇ કણસાગરા, મેનેજીંગ ટ્રસ્ટી પરસોતમભાઇ ફળદુ, અધિક કલેકટર જયેશભાઇ પટેલ, કેમ્પસ ડાયરેકટર પ્રો. ડો. જે.એમ.પનારા, ટ્રસ્ટીશ્રી શાંતાબેન ગોવાણી, ગોપાલભાઇ ગોવાણી, વસંતભાઇ ભાલોડીયા, નરોતમભાઇ કણસાગરા, પ્રિ.ડોે રાજેશ કાલરિયા, પ્રિ.ડો. વિજયભાઇ ભટાસણા, પ્રિ.ડો. એન.એમ.કાનાણી, કોર્પોરેટર મનસુખભાઇ કાલરિયા, કોર્પોરેટર વિજયાબેન વાછાણી, ગોૈતમભાઇ ધમસાણિયા, ભરતભાઇ ડઢાણીયા, પ્રા.ડો. યશવંત ગોસ્વામી, તરઘડી છાત્રાલયના ટ્રસ્ટીશ્રી જેરામભાઇ ભાલોડિયા, ધર્મેન્દ્રભાઇ ફળદુ, અશ્વિનભાઇ માકડિયા (ડેકોરા), સંજયભાઇ કનેરિયા, રસિકભાઇ વડાલિયા,(હાઇબોન્ડ) કાન્તિભાઇ જાવિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન છાત્રાલયની વિદ્યાર્થીની માકડિયા દ્રષ્ટિ તથા ઘેટીયા માધુરીએ કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા રેકટર ક્રિષ્નાબેન, ડો. સુમિત્રાબેન, અનસુયાબેન, ભૂમિ દીદી, કાન્તિભાઇ વગેરે વિશેષ જહેમત ઉઠાવી હતી. અહીં ઉલ્લેખનીય છે કે  આ બન્ને સંકુલના સંયુકત ઉપક્રમે તાજેતરમાં જીપીએસસી અને યુપીએસસી પરીક્ષાની તૈયારી અર્થે એક માર્ગદર્શક સેમિનાર પણ ગોઠવવામાં આવ્યો હતો.

(3:30 pm IST)