Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ઇવેન્ટમાં જવાના પૈસા ન આપતા ભોમેશ્વરના વિશાલ વ્યાસે ઘર છોડયું

પ્ર.નગર પોલીસે ગુમની નોંધ કરી તપાસ આદરી

રાજકોટ, તા., ૨૨: જામનગર રોડ પર ભોમેશ્વર ફાટક પાસે રહેતા વિપ્ર યુવાને ઇવેન્ટમાં જવા માટે પિતાએ પૈસા ન આપતા તે ઘરેથ નિકળ્યા બાદ પરત ન આવતા પ્ર.નગર પોલીસે ગુમની નોંધ કરી છે.

મળતી વિગત મુજબ ભોમેશ્વર શેરી નં. ૩માં રહેતો વિશાલ દિપકભાઇ વ્યાસ (ઉ.વ.૧૯) ગઇકાલે પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પિતા દિપકભાઇ વ્યાસે પ્ર.નગર પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવતા હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલાએ તપાસ હાથ ધરી છે. પોલીસે તપાસ કરતા વિશાલે બે દિવસ પહેલા ધોરણ-૧રની પરીક્ષા આપી હતી. બાદ તેને ઘંટેશ્વર પાર્ક પાસે એક ઇવેન્ટમાં જવું હોઇ તેના માટે તેણે પિતા દિપકભાઇ પાસે રૂ. ૧ હજાર માંગતા પિતાએના પાડતા માઠુ લાગી આવતા તે થેલામાં કપડા લઇને ઘરેથી નિકળી ગયો હતો. જો કોઇને આ યુવાન જોવા મળે તો પ્ર.નગર પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮૧ ર૪૪૬૦પપ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:26 pm IST)