Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

અમિતભાઇ ગાંધીનગરથી ચૂંટણી લડે છે, સમાચાર મળતા જ શહેર ભાજપ ખુશખુશાલઃ કાર્યકરોમાં હર્ષ્ષોલ્લાસ

 રાજકોટઃ આગામી લોકસભાની ચૂંટણી તા. ૨૩ એપ્રીલના રોજ સમગ્ર ગુજરાતભરમાં  યોજાનાર છે ત્યારે ગુજરાતભરમાંથી ભાજપના કાર્યકર્તાઓ ૨૦૧૪નું પુનરાવર્તન કરી ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો પર ભાજપના કાર્યકર્તાઓ ભગવો લહેરાવી દીલ્હી ખાતે ૨૬ કમળ મોકલશે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહયા છે ત્યારે ગુજરાતભરના કાર્યકર્તાઓમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહયો છે,  રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની આગેવાની હેઠળ ગુજરાતભરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આતશબાજીનો કાર્યક્રમ  યોજાયો હતો. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ તથા લોકસભા સીટના ઈન્ચાર્જ ધનસુખ ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, દેવાંગ માંન્ડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, ગોવીદભાઈ પટેલ, અરવીદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભાનુબેન બાબરીયા સહીતના સાથે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ શહેર ભાજપ કાર્યાલય કરણપરા ખાતે ઉપસ્થિત રહયા. હતા અને 'ભારત માતા કી જય' ,  'વંદે માતરમ' ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.

આ તકે મનીશ ભટ્ટ, કેતન પટેલ, કંચનબેન સીધ્ધપુરા, વીક્રમ પુજારા, જયોત્સનાબેન હળવદીયા, અનીલભાઈ પારેખ, હરેશ જોષી, નરેન્દ્રસીહ ઠાકુર, દીનેશ કારીયા, અશોક લુણાગરીયા, રમેશ અકબરી, પરેશ પીપળીયા, નિતીન ભુત, અથ્વીન પાભર, પ્રદીપ ડવ, રાજુભાઈ બોરીચા, નીલેશ જલુ, જીણાભાઈ ચાવડા, જીજ્ઞેશ જોષી, દલસુખ જાગાણી, અજય પરમાર, મયુર શાહ, કૌશીક અઢીયા, ધારાબેન વૈષ્ણવ, મનસુખ જાદવ, જગદીશ પટેલ, રાજુ ટાંક, ગૌતમ ગોસ્વામી મનોજ  પાલીયા, વરજાંગ હુબલ, સંદીપ ડોડીયા, જે.ડી. ડાંગર, ભગીરથીબેન લીબડ, સંજય પીપળીયા, વજુભાઈ લુણાસીયા, પુનીતાબેન પારેખ, કીરણબેન માકડીયા, ડી.બી. ખીમસુરીયા, નાનજીભાઈ પારઘી, રસીક બદ્રકીયા, રાજેન્દ્રસીહ ગોહીલ, જયસુખ પરમાર, હેમભાઈ પરમાર,જગદીશ ભોજાણી, રાજુ દરીયાનાણી, સંજય ગોસ્વામી, સી.ટી. પટેલ, પ્રભાતભાઈ કુગશીયા, મુકેશ ધનસોત, દ્યનશ્યામ કુગશીયા, જીતુ સેલારા, રમેશ પંડયા, કીરીટ ગોહેલ, જયસુખ કાથરોટીયા, કમલેશ શર્મા, આશીષ ભટ્ર, રજનીભાઈ ગોલ, પ્રવિણ પાઘડાર, યોગરાજસિહ જાડેજા, સુરેશ રામાણી, મૌલીક દેલવાડીયા, હસુ ચોવટીયા, નરેન્દ્ર કુબાવત, ભીખુભાઈ ડાભી, રત્નાભાઈ મોરી, મહેશ બથવાર, સુરેશ વસોયા, સંજયસીહ રાણા, ડો. દર્શીતાબેન શાહ, મનીષ રાડીયા, પ્રીતીબેન પનારા, મીનાબેન પારેખ, રાજુ અઘેરા, શીલ્પાબેન જાવીયા, પુષ્કર પટેલ, નિતીન રામાણી,મુકેશ મહેતા, નીલેશ બુટ, સંજય ચાવડા, જયંત ઠાકર, રક્ષાબેન જોષી, જાગૃતીબેન ભાણવડીયા, સરલાબેન રાઠોડ, દશરથસીહ જાડેજા સહીતના સાથે કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પરિવારના રાજન ઠકકર, ચેતન રાવલ, હરીશ ફીચડીયા, નલહરીભાઈ સહીતના એ જહેમત ઉઠાવી હતી. 

(3:22 pm IST)