Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

હોળી-ધૂળેટી પર્વમાં દેશી-વિદેશી દારૂ-જૂગારના ૩૬ દરોડાઃ ૩૨ પકડાયા, નશાખોરો પણ ઝપટે ચડ્યા

રાજકોટ તા. ૨૨: હોળી-ધૂળેટીના પર્વની શાંતિથી ઉજવણી થાય એ માટે પોલીસે શહેરભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને દારૂ-જૂગારના દરોડાની ડ્રાઇવ યોજી હતી. હોળીની રાતે દેશી-વિદેશી દારૂના ૩૬ દરોડા પાડી ૩૨ને પકડી લેવાયા હતાં. જ્યારે ચાર ભાગી ગયા હતાં. નશો કરેલી હાલતમાં છ તથા છરી સાથે ત્રણ ઝપટે ચડ્યા હતાં.

લોહાનગરમાંથી ઉષા ઉર્ફ ડોન વેરશીભાઇ પરમારને રૂ. ૪૦ના દારૂ સાથે, અમિના વજેસીંગ જાદવને રૂ. ૮૦ના, શાસ્ત્રી મેદાન નવા બસ સ્ટેશન પાસેથી સાજીદ કાસમભાઇ સંધીને રૂ. ૪૦ના, સુલતાન કસામભાઇ ફુલાણીને રૂ. ૪૦ના, લોહાનગરમ શોૈચાલય પાસેથી રમેશ ધમાભાઇ મકવાણાને રૂ. ૪૦ના, પ્રદિપપરી નાગેશપરી ગોસ્વામીને રૂ. ૧૦૦ના, જય જવાન જય કિસાન સોસાયટી પાસેથી સાજન ગગજી ડાભીને રૂ. ૧૪૦ના, વેલનાથપરામાંથી બાબુ ધીરૂભાઇ ઉકાવાને રૂ. ૧૨૦ના, જંગલેશ્વર રાધાકૃષ્ણનગર-૨૦ના કાંઠેથી મુકતા લક્ષમણભાઇ દલસાણીયાને રૂ. ૧૦૦ના, નવાગામ મામાવાડી પાસેથી અરૂણા અજય મકવાણાને રૂ. ૮૦ના દારૂ સાથે, કુવાડવા જીઆઇડીસીમાંથી નીરૂ કાંતિ જખાણીયાને રૂ. ૧૦૦ના દેશી દારૂ સાથે કુવાડવા પોલીસે પકડ્યા હતાં.

હુડકો ચોકડી રામનગર-૧૧માં રહેતી કવિતા ચંદુ સોલંકીને રૂ. ૬૦ના દારૂ સાથે તથા સર ગામેથી શિલ્પા કિશોર રાઠોડને રૂ. ૧૦૦ના દારૂ સાથે આજીડેમ પોલીસે પકડી હતી. જ્યારે મોટા મવા ઝૂપડામાંથી જ્યોત્સના મેહુલ વાઘેલાને રૂ. ૧૦૦ના દારૂ સાથે તાલુકા પોલીસે પકડી હતી.

ધૂળેટીના દિવસે ગ્રીનલેન્ડ ચોકડીએથી નવાગામ આણંદપરના રાજેશ બાબુભાઇ બાબરીયાને દારૂ પીધેલી હાલતમાં અને મોરબી રોડ જયજવાન જયકિસાન પાસેથી રામજી વજુભાઇ સાવડીયા (રહે. બેડીપરા)ને રૂ. ૪૦૦ના એક બોટલ દારૂ સાથે બી-ડિવીઝન પોલીસે પકડ્યા હતાં. કુબલીયાપરામાંથી લીલા વીરચંદ સોલંકીને રૂ. ૪૦૦ના દારૂ સાથે, તથા વસંતબેન જનક સોલંકીને રૂ. ૬૦ના, શારદા ભરત સોલંકીને રૂ. ૩૪૦ના દારૂ સાથે થોરાળા પોલીસે તથા કુબલીયાપરામાંથી ઉમેશ કરસનભાઇ સોલંકીને છરી સાથે અને જંગલેશ્વર-૧૩ના હબીબ ઉર્ફ હબો ઓસમાણભાઇ ઠેબાને દારૂ પી વાહન હંકારતા પકડી લેવાયો હતો.

કુબલીયાપરાની વનીતા સંજય બાહુકીયા ટુવ્હીલરમાં દેશી દારૂનું ૪૦ લિટરનું કેન રાખીને સોરઠીયા વાડી સર્કલ પાસેથી નીકળતાં ભકિતનગર પોલીસના અંજુબેન અને દિપકુમારે પકડી લઇ કુલ ૩૦૮૦૦નો મુદ્દામાલ કબ્જેક ર્યો હતો. જ્યારે  વવાડી મેદાનમાંથી મંજુ મુના સોલંકીને રૂ. ૧૪૦ના અને કવીતા વિશાલ સોલંકીને રૂ. ૧૮૦ના દારૂ સાથે તાલુકા પોલીસે પકડી હતી. આ ઉપરાંત ભવાનીનગરમાંથી ચંદન ચંદ્રેશ કેસરાણીને રૂ. ૮૦ના દારૂ સાથે, ચુનારાવાડ ચોકમાંથી રીટા જીતેશ વ્યાસને રૂ. ૧૦૦ના, કુબલીયાપરામાંથી મહેશ કરસનભાઇ સોલંકીને રૂ. ૩૦૦ના, ઢેબર કોલોની પાસેથી ઇન્દુ રવજી પરમારને રૂ. ૬૦ના દેશી દારૂ સાથે પકડી લેવાયા હતાં. કુવાડવા જીઆઇડીસી રામદેવ ઇન્ડસ્ટ્રીઝ પાસે કુવાડવા પોલીસ મથકના વી.પી. આહિર સહિતે દરોડો પાડી રૂ. ૯૦૦નો ત્રણ બોટલ દારૂ કબ્જે કર્યો હતો. આ દારૂ રામાનંદી રામસાગર યાદવ મુકીને ભાગી ગયો હતો.  રૂખડીયાપરામાંથી ઇસ્માઇલ આદમ શેખને રૂ. ૧૦૦ના દારૂ સાથે પકડી લેવાયો હતો. જ્યારે ગાયત્રીધામ-૫ જામનગર રોડ પરથી વિનોદ ગોવિંદભાઇ લીંબડને દારૂ પી એકટીવા હંકારીને નીકળતાં જંકશન ઝુલેલાલ મંદિર પાસેથી પકડી લેવાયો હતો.

પોલીસને જોઇ દારૂ મુકી ભાગી ગયા

જ્યારે મયુરનગર મફતીયાપરામાં વનીતા વલ્લભ ચોૈહાણ રૂ. ૮૦ન દારૂ મુકી ભાગી ગઇ હતી. લાલપરી પાસે ગુલમહમદ ઉર્ફ ગુલો કાસમભાઇ રૈયા પણ રૂ. ૪૦૦નો ૨૦ લિટર દારૂ મુકી ભાગી જતાં બી-ડિવીઝન પોલીસે કબ્જે કર્યો હતો. જ્યારે કુવાડવા પોલીસે ગવરીદળમાંથી જીજે૩બીયુ-૬૩૭૩ નંબરની રિક્ષા કબ્જે કરી તેમાંથી રૂ. ૪૦નો દારૂ જપ્ત કર્યો હતો. આ રિક્ષા મુકી ચાલક ભાગી ગયો હતો.

વિદેશી દારૂ સાથે સંજય, પ્રકાશ, કાનો પકડાયાઃ એક પાસેથી છરી મળી

ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ જેબલીયા, મહેન્દ્રસિંહ, રણજીતસિંહ, વાલજીભાઇ જાડા, ભાવેશભાઇ મકવાણા, વિક્રમભાઇ, સલિમભાઇ મકરાણી, દેવાભાઇ, પૂજાબેન, દિવ્યરાજસિંહ, રાજેશભાઇ, મનિષભાઇ સહિતે ૮૦ ફુટ રોડ ક્રિષ્ના ચોક પાસે માધવ હોલવાળા રોડ પરથી સંજય ઉર્ફ સાજન મીઠાભાઇ પરમાર (ઉ.૨૭-રહે. ભગવતીપરા, જયપ્રકાશનગર-૨)ને બાઇક નં. જીજે૩ઇએસ-૮૩૨૫માં દારૂની ૧૨ બોટલ (રૂ. ૪૮૦૦) સાથે નીકળતાં પકડી લીધો હતો. તેની પાસેથી એકાદ ફુટ લાંબી છરી પણ મળતાં તે અંગે અલગથી ગુનો નોંધાયો હતો. તેમજ આનંદનગર કોલોની એફ-૯/૨માં રહેતાં પ્રકાશ હસમુખભાઇ પિત્રોડા (ઉ.૩૦)ને રૂ. ૩૦૦૦ના ૬ બોટલ દારૂ સાથે પકડી લેવાયો હતો.

આ ઉપરાંત કુવાડવા પી.આઇ. એમ.આર. પરમારની રાહબરીમં પીએસઆઇ એમ. કે. ઝાલા, મનિષભાઇ, દિલીપભાઇ, દેવેન્દ્રસિંહ સહિતે હોળીની રાત્રે નવાગામ ચોરા પાસે રહેતાં કાનો જગદીશભાઇ ગોંડલીયા (ઉ.૧૯)ને રૂ. ૬૦૦ના બે બોટલ દારૂ સાથે પકડી જીજે૩એફએન-૪૦૦૧ નંબરનું બાઇક પણ કબ્જે લીધું હતું.

બે બોટલ દારૂ સાથે હાથીખાનાનો તોૈફિક ગોવાળીયા  પકડાયો

બી-ડિવીઝનના પીએસઆઇ ડામોર, વીરમભાઇ, એભલભાઇ, મહેશભાઇ સહિતે ભાવનગર રોડ પીપળાવાળા રોડ પરથી તોૈફિક હનીફભાઇ ગોવાળીયા (ઉ.૨૨-રહે. હાથીખાના-૬)ને જીજે૩કેજી-૧૪૮૬ નંબરના બાઇકમાં રૂ. ૮૦૦નો બે બોટલ દારૂ રાખી નીકળતાં પકડી લીધો હતો.

સદરનો અસ્પાક દારૂના  ૧ ચપલા સાથે પકડાયો

જ્યારે સદર ખાટકીવાસ-૪માં રહેતાં અસ્પાક ફકીરમહમદ બેલીમ (ઉ.૩૨)ને ચુનારાવાડ-૩ના ખુણેથી થોરાળાના બી. જે. જાડેજા, આશિષભાઇ દવે સહિતે રૂ. ૫૦ના દારૂના ૧ ચપલા સાથે પકડી લીધો હતો.

ચુનારાવાડનો ભરત ઉર્ફ ભોલો વરલીનો જૂગાર રમતાં પકડાયો

ચુનારાવાડ-૧ નદી કાંઠેથી ભરત ઉર્ફ ભોલો મનુભાઇ સોલંકી (ઉ.૨૫)ને તેના ઘર નજીક વરલી ફીચરનો જૂગાર રમાડતાં થોરાળના બી. જે. જાડેજા, સહદેવસિંહ જાડેજા સહિતે પકડી લઇ રૂ. ૧૦૫૦ રોકડા, ચિઠ્ઠીઓ કબ્જે લીધા હતાં.

આનંદનગર રોડ પર વરલી રમતાં કિરીટ અને દિનેશ પકડાયા

જ્યારે કોઠારીયા રોડ નિલકંઠ ચોક આનદંનગર મેઇન રોડ પર સોમનાથ ફુલવાળાની બાજુમાં જાહેરમાં વરલી ફીચરના આંકડા પર જૂગાર રમી રહેલા કિરીટ રતિલાલ સેજપાલ (ઉ.૬૦-રહે. આનંદનગર કોલોની ૬૦/૨૩૧) તથા દિનેશ શાંતિલાલ માખેચા (ઉ.૫૧-રહે. રણુજા મંદિર પાસે સોમનાથ પાર્ક-૫)ને ભકિતનગરના હેડકોન્સ. સલિમભાઇ મકરાણીએ પકડી લઇ રૂ. ૧૮૫૦ની રોકડ અને સાહિત્ય સાથે પકડ્યો હતો.

દારૂ પીધેલી હાલતમાં ચાર પકડાયા

રતનપર રામજી મંદિર પાસે રહેતો મનિષ બળવંતરાય જેઠવા (ઉ.૪૦) દારૂ પી બાઇક નં. જીજે૩જેએચ-૩૧૫૭ હંકારીને મયુરનગર મેઇન રોડ પરથી નીકળતાં થોરાળા પોલીસે પકડી લીધો હતો. જ્યારે મુળ ખાંભાના મતીયાણાના હાલ આજી જીઆઇડીસીમાં રહેતાં કિશન ભરતભાઇ વિસાણી (ઉ.૨૧) તથા ગાયત્રી પાર્ક-૩ મોરબી રોડના પરેશગીરી સોમગીરી ગોસ્વામી (ઉ.૪૩)ને એકટીવા જીજે૩એફજે-૭૨૪૨ તથા કાર નં. જીજે૧૦બીજી-૨૫૧૩ દારૂ પી હંકારીને સોરઠીયા વાડી ચોકમાંથી નીકળતાં ભકિતનગર પોલીસે પકડ્યા હતાં.

(11:48 am IST)