Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ડો.નિખીલ ભટ્ટને એવોર્ડ અર્પણ

રાજકોટઃ વડોદરા જિલ્લાના ડેસર ખાતે સ્વર્ણિમ્ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રર્વતિઓના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં ગુજરાત રાજય સંગીત નાટય અકાદમી તરફથી કલાકરોને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા. નૃત્ય ક્ષેત્રનો પુરસ્કાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ડો.નિખિલ ભટ્ટને અર્પણ કરાયો હતો. તે પ્રસંગની તસ્વીર.

(4:54 pm IST)