Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

એસસી-એસટી ઉદ્યોગ સાહસિકોને અનોખી તકઃ શનિવારે રાજકોટમાં કોન્ફરન્સ અને એક્ષ્પો

ધંધા - રોજગાર માટે અપાશે માર્ગદર્શન : સીપી એસયુ દ્વારા આયોજન

રાજકોટ, તા. ૨૨ : કેન્દ્ર સરકારના નેજા હેઠળ અનુસુચિત જાતિ અને અનુ. જનજાતિ માટે ઉદ્યોગ સાહસિકોનું સશકિતકરણ અંતર્ગત તા.૨૪ના શનિવારે કોન્ફરન્સ અને એક્ષ્પોનું આયોજન કરાયુ છે.૨૪મીના સવારે ૯:૩૦ વાગ્યે ધ ગ્રાન્ડ ઠાકર (કન્પેશન હોલ, જવાહર રોડ, જ્યુબેલી બાગ સામે) તેમજ પ્રદર્શન પ્લેટીનમ હોટલ (પથીકાશ્રમની સામે, જવાહર રોડ) ખાતે આ કાર્યક્રમ યોજાયેલ છે આ કોન્ફરન્સમાં એસ.સી., એસ.ટી.ના લોકોએ નામ નોંધાવવા માટે મો.૭૭૧૦૦ ૦૦૯૬૦ ઉપર સંપર્ક કરવો.આ કોન્ફરન્સમાં અનુ. જાતિ અને અનુ. જનજાતિના લોકોને ધંધા રોજગાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે. કેન્દ્ર અને રાજય સરકારના અધિકારીઓ, બેન્કર્સ, બિઝનેસ ગુરૂઓ હાજરી આપશે. તેમ સુષ્મા મોર્થાનીયા (એસએમઈ ફોરમના ડાયરેકટર જનરલ ઓફ ઈન્ડિયા)એ જણાવ્યુ હતું.

(4:48 pm IST)