Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

હિન્દુ યુવા વાહિનીનો રામનવમીએ સ્થાપના દિનઃ શનિવારે નિઃશુલ્ક નિદાન : રવિવારે સુંદરકાંડ પાઠ

મહંતો - પદાધિકારીઓ - અધિકારીઓ હાજરી આપશે

રાજકોટ, તા. ૨૨ : ગૌરક્ષપીઠાધિશ્વર ગોરખપુર મહંત શ્રી યોગી આદિત્યનાથજી મહારાજ (મુખ્યમંત્રી ઉત્તરપ્રદેશ) દ્વારા સ્થાપિત હિન્દુ યુવા વાહિની એક બિનરાજકીય સામાજીક - સાંસ્કૃતિ ધર્મ જાગરણ તથા લોકહિત તથા હિન્દુ સમાજ હિતના કાર્ય હેતુ સ્થાપિત સંસ્થા છે તેની સ્થાપના વર્ષ ૨૦૦૨ રામનવમીના શુભ દિવસે ગોરક્ષનાથ મંદિર ગોરખપુર ઉત્તરપ્રદેશ ખાતે કરવામાં આવેલ.

હાલ સૌરાષ્ટ્ર ગુજરાતના નાના મોટા શહેરોમાં સંગઠનના મુખ્ય ઉદ્દેશો અને પૂ. મહારાજજીના વિચારધારા મુજબ કાર્યશીલ છે. હિન્દુ યુવા વાહિની રાજકોટ મહાનગર દ્વારા સંગઠનના ૧૭મા વાર્ષિક સ્થાપન દિવસ નિમિતે રાજકોટ શહેરમાં તા.૨૪ શનિવારે સેવાકીય કાર્ય બાળકો - વયોવૃદ્ધો માટે નિઃશુલ્ક આરોગ્ય નિદાન તેમજ સારવાર શિબિરનું આયોજન સવારે ૯ થી બપોરે ૧ સુધી શાળા નંબર ૪૭, મહાદેવ વાડી મેઈન રોડ, લક્ષ્મીનગર - રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે.

શિબિરના ઉદ્દઘાટક કલેકટર ડો. વિક્રાંત પાંડે, તેમજ અતિથિ વિશેષ તરીકે અનુપમસિંહ ગેહલોત (પોલીસ કમિશ્નર), ડો.બંછાનિધિ પાની (રાજકોટ મ્યુ. કમિશ્નર), ડો. મનીષ મહેતા (તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ), નરેન્દ્રસિંહ ઠાકુર (ચેરમેન, શિક્ષણ સમિતિ રા. મ્યુ. કોર્પોરેશન) ઉપસ્થિત રહેશે.

નામ નોંધણી માટે આરોગ્ય શિબિરના ઈન્ચાર્જ કપિલભાઈ પંડ્યા (મો.૯૯૦૯૯ ૬૦૪૨૩), સંજયભાઈ ગઢવી (મો.૯૯૦૪૯ ૫૭૨૫૯)નો સંપર્ક કરવો.

શ્રી રામ જન્મોત્સવ નિમિતે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન તા.૨૫ના રવિવારે સાંજે ૪ થી ૭ શ્રી રમતેશ્વર મહાદેવ મંદિર ઉદાસીન આશ્રમ ગોંડલ રોડ રાજકમલ પેટ્રોલ પંપની બાજુમાં રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે. જેમાં સુંદરકાંડ પાઠનું સંગીતમય શૈલીમાં શ્રી રામેશ્વર ધૂન મંડળ - ગોંડલ રસપાન કરશે. સુંદરકાંડ પાઠ બાદ મહાઆરતી અને ફરાળ પ્રસાદ પણ યોજાશે.આ પ્રસંગે મહંત શ્રી શેરનાથજી બાપુ - ગોરક્ષધામ આશ્રમ જૂનાગઢ, મહંતશ્રી કમલનાથજી બાપુ - ભીડભંજન મહાદેવ જેતપુર, મહંત શ્રી ગંગામુનિજી - ઉદાસીન આશ્રમ રામતેશ્વર મહાદેવ - રાજકોટ, મહંત શ્રી જેરામદાસબાપુ (ધર્માધ્યક્ષશ્રી સૌરાષ્ટ્ર પ્રાંત), શ્રી ખોડીયાર ધામ આશ્રમ (કાગદડી) તેમજ અતિથિ વિશેષ તરીકે રાઘવેન્દ્ર પ્રતાપસિંહજી  (વિધાયક ડુમરીયાગંજ અને પ્રભારી હિયુવા ઉ.પ્ર.), ધારાસભ્ય, ગોવિંદભાઈ પટેલ (ધારાસભ્ય), અરવિંદભાઈ રૈયાણી (વિધાયક, રાજકોટ) અને હરપાલસિંહ જાડેજા (પ્રદેશ પ્રભારી હિ. યુ. વા. ગુજરાત ઉપસ્થિત રહેશે.

આયોજનને સફળ બનાવવા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ દિલીપભાઈ દવે - કાર્યવાહક અધ્યક્ષ, વિજયભાઈ કારીયા - ઉપાધ્યક્ષ, શૈલેન્દ્રભાઈ ટાંક - મહામંત્રી, મહેન્દ્રભાઈ તલાટીયા - મંત્રી, ધર્મેશભાઈ વસંતના માર્ગદર્શનથી હિ. યુ. વા. રાજકોટ મહાનગરના કાર્યકારી અધ્યક્ષ ભાવેશભાઈ પિત્રોડા સાથે રાજુભાઈ ઉમરાણીયા, અશોકભાઈ હરસોરા, સુધીરભાઈ પોપટ, સંજયભાઈ ગઢવી, શંકર મહારાજ, રાહુલભાઈ જોષી, રાજેન્દ્રભાઈ ઉમરાણીયા, જયવીરસિંહ પાલીવાર, કપિલભાઈ પંડ્યા, નૈમીષભાઈ કનૈયા, પરેશભાઈ ઉમરાણીયા, સંજયભાઈ બરાલીયા, પંકજભાઈ તવેયા, ભાવીનભાઈ ઘીયા, નયનભાઈ સુચક તેમજ મહિલા વિભાગના પીન્ટુબેન બેરા, પાયલબેન સોલંકી, નીતાબેન કામદાર, માલવીકાબેન વાછાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:10 pm IST)