Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

રાજકોટ જિલ્લાનાં બે વર્ષમાં રર૭૧૯ કુવાઓનું વીજળીકરણ

ગાંધીનગર, તા. રરઃ રાજકોટ જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ કુવાઓમાં વીજળીકરણ કરવા અંગે લાખાભાઇ સાગઠીયાના પ્રશ્નના ઉત્તરમાં ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કેત ા. ૩૧-૧ર-૧૭ની સ્થિતિએ રાજકોટ જિલ્લામાં આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં રર૭૧૯ કુવાઓનું વીજળીકરણ કરવામાં આવેલ હતું.

રાજકોટ સરકારે આ કુવાઓના વીજળીકરણ કરવા પાછળ કૂલ રૂ. ૩૭પ૧૬.૦૭ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે અને રાજય સરકાર જયા જયાં આ યોજના અંતર્ગત વીજળીકરણ કરવાની જરૂરીયાત ઉપસ્થિત થાય ત્યાં પુરતા પ્રમાણમાં પ્રજાહિત ખાતર મદદરૂપ થવા તૈયાર છે.

(3:57 pm IST)