Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

વેરા વસુલાત શાખા દ્વારા વધુ ૩ નળ કટઃ ૪પ મિલ્‍કતોને જપ્તી

રાજકોટ : આજરોજ વેરા વસુલાત શાખા દ્વારા કુલ ૧ મિલ્‍કતોને સીલ કરેલ તથા ૩ નળ કનેશન કપાત કરેલ. ૪પ મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ અપાયેલ જયારે રૂા. ૪૭.પ૧ લાખની વસુલાત કરાયેલ. જે અંતર્ગત વોર્ડ નં. ૩ માં રેલનગર રોડ ઉપર આવેલ ૩ યુનિટને નોટીસ આપેલ. સાધુ વાસવાણી કુંજ રોડ ઉપર આવેલ પ-યુનિટને નોટીસ આપેલ. ગુલમોહર કોમર્શીયલ કોમ્‍પ્‍લેક્ષમાં ૧પ યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૬ માં પેડક રોડ ઉપર આવેલ ૬ યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૧પ માં હૈદરી ચોક પાસે આવેલ ૧ નળ કનેકશન કપાત કરેલ.

સે. ઝોન દ્વારા કુલ ૧ મિલ્‍કતોને સીલ મારેલ તથા ર૮ મીલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂા. ૧પ.૪૮ લાખ, વેસ્‍ટ ઝોન દ્વારા કુલ ૮ મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂા. ૧૮.૭૦ લાખ, ઇસ્‍ટ ઝોન દ્વારા કુલ ૩ નળ કનેશન કપાત તથા ૯ મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂા. ૧૪.ર૩ લાખ.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્‍યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સ્‍પેકટરો દ્વારા આસી. કમિશ્નર સમીર ધડુક તથા વી. એમ. પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(4:23 pm IST)