Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

વેસ્‍ટર્ન રેલ્‍વેના જનરલ મેનેજરશ્રી અશોક મિશ્રને કર્મચારીઓના પ્રશ્‍ને રજુઆત

રાજકોટ : તા. ર૦-ર-ર૦ર૩ ના રોજ વે. રેલ્‍વેના જનરલ મેનેજર શ્રી અશોકકુમાર મિશ્ર રાજકોટ ડીવીઝનની મુલાકાતે આવેલ હતા, તે સમયે ડીઆરએમ ઓફીસમાં યુનિયન ના પ્રતિનિધિઓ દ્વારા ડીઆરએમ ની ચેમ્‍બરમાં મુલાકાત લીધેલ હતી. આ સમયે ડીવીઝનલ સેક્રેટરી શ્રી નિખીલ જોષી, ડી.ચેરમેન શ્રી જીતુભાઇ સતાપરા, ડીવીઝન વાઇસ ચેરમેન શ્રી આર.વી. મહેતા, મહિલા વીંગના ચેરપર્સન શ્રીમતિ પદમજા સીસ્‍ટરે સાથે રહી જનરલ મેનેજરનું સાલ ઓઢાડીને સ્‍વાગત કર્યુ હતું. સાથે શ્રી દ્વારકાધીશ ભગવાનનો ફોટો સ્‍મૃતિ ચિホ રૂપે આપી શુભેચ્‍છા આપી હતી. સાથે સાથ ડી. સેક્રેટરી શ્રી નિખીલ જોષી દ્વારા કર્મચારીઓની માંગણીનું મેમોરેન્‍ડમ આપી ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીઆરએમ રાજકોટ શ્રી અનીલકુમાર જૈન તથા  ડીપીઓ શ્રી મનિષ મહેતા ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:56 pm IST)