Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ધોરાજીના મોટા ગુંદાળામાં માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્‍પીટલ દ્વારા સર્વ રોગ નિદાન સારવાર કેમ્‍પ

ધોરાજી તા. રર :.. ભાજપ અગ્રણી અને માન બીલ્‍ડરવાળા વિપુલભાઇ ઠેસીયાના વરદ હસ્‍તે દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકાયો ર૦૦ થી વધારે દર્દીઓ લાભ લીધો હતો. મોટા ગુદાળાના લેઉઆ પટેલ સમાજ ખાતે  સરકારી હોસ્‍પીટલ ધોરાજી અને માનવ સેવા યુવક દ્વારા સર્વ રોગ નિદાન કેમ્‍પ યોજાયો હતો.

જેમાં ડો. જયેશ વેસેટીયન, ડો. અવનીબેન બકોરી, ડો. એન. એમ. જોષી, ડો. રોનકબેન બેરા, ડો. અંજલીબેન તલરેજા, અને ડો. રાજેશ ધીયાડ સહિતનાઓએ સેવાઓ આપેલ અને દર્દીઓને તપાસી વિનામુલ્‍યે દવાઓ અપાઇ હતી.

સફળ બનાવવા માનવ સેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા, ભોલાભાઇ સોલંકી, ગોપાલભાઇ અમીપર, સરપંચ હિતેશભાઇ કોટડીયા, કાનજીભાઇ જોગાણી, દિપકભાઇ બાભરોલીયા, પ્રવિણભાઇ કાકડીયા, ભરતભાઇ કોટડીયા, અનીલભાઇ કાકડીયા, કેશુભાઇ અંટાળા, ચંદુભાઇ કોટકીયા, ગીરીશભાઇ અમીપરા, ધીરજલાલ હિરપરા, હરીભાઇ પોલરા, કાનજીભાઇ શીંગાળા, સહિતના મહાનુભાવો હાજર રહેલ અને માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્‍પીટલની સેવાઓને બીરદાવી હતી. અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કેમ્‍પ કરવાથી છેવાડાના માનવી સુધી આરોગ્‍ય સેવાઓ પહોંચ્‍યો છે.

નિષ્‍ણાંત ડોકટરોએ સેવાઓ આપેલ તેઓને પણ સન્‍માનીત કરેલ હતા આ તકે ભાજપ અગ્રણી વિપુલભાઇ ઠેસીયાએ જણાવેલ કે આવા મેડીકલ કેમ્‍પો ગ્રામ્‍ય વિસ્‍તારોમાં થવા જોઇએ જેથી ગ્રામ્‍ય વિસ્‍તારોના દર્દીઓને નિષ્‍ણાંત ડોકટરોની સેવાઓને લાભ ઘર આંગણે મળે એમ માન બિલ્‍ડરના વિપુલભાઇ ઠેસીયાએ જણાવેલ હતું.

(1:00 pm IST)