Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

શાપર વેરાવળમાં હિટ એન્‍ડ રનઃ કટલેરીના વેપારીને ગંભીર ઇજા

રાજકોટ તા. ૨૨: શાપર વેરાવળમાં પિતૃકૃપા હોટેલ નજીક અજાણ્‍યા પ્રોૈઢનું કોઇ વાહનની ઠોકરે ચડી જતાં રાજકોટ ખસેડાયા હતાં. અન્‍ય એક પ્રોઢને  પણ આ સ્‍થળે શાપર સર્વોદય પાસે અકસ્‍માતમાં ઇજા થતાં રાજકોટ ખસેડાયા હતાં. જોગાનુજોગ બંનેએ કાળા રંગના ટી-શર્ટ પહેર્યા હતાં. જે પૈકી એક પ્રોઢનું મોત નિપજ્‍યું હતું. બીજી તરફ શાપરથી આવેલા સગાએ મૃતદેહ જોયા બાદ પોતાના આ પ્રોૈઢ વેરાવળમાં ગાયત્રીનગર-૩ બંધ શેરીમાં રહેતાં અને કટલેરીનો ધંધો કરતાં અશ્વિનભાઇ  લાલજીભાઇ સરધારા (ઉ.વ.૫૦) હોવાનું સમજી લીધું હતું. જેથી પોલીસે અજાણ્‍યા મૃતકનું નામ અશ્વિનભાઇ હોવાની નોંધ કરી હતી. પણ બાદમાં બીજા સગા આવતાં મૃતક અશ્વિનભાઇ નહિ પણ બીજા જ કોઇ હોવાનું સ્‍પષ્‍ટ થતાં એન્‍ટ્રીમાં સુધારો કરાયો હતો. કટલેરીના ધંધાર્થી અશ્વિનભાઇ સરધારાને ગંભીર ઇજા થઇ હોઇ તેઓ સારવાર હેઠળ છે. જ્‍યારે અન્‍ય અજાણ્‍યા પ્રોૈઢનું મોત થયું હોઇ પોલીસ તેની ઓળખ મેળવવા તપાસ કરી રહી છે.

(12:23 pm IST)