Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

જૂનાગઢમાં મારામારીના ગુનામાં ફરાર લખમણ મેર રાજકોટમાં છરી સાથે પકડાયો

મેર શખ્સ અગાઉ હત્યા અને દારૂના ગુનામાં પકડાયો હતો

રાજકોટ, તા. ૨૨ :. જૂનાગઢ તાલુકા પોલીસ મથકના મારામારીના ગુનામાં ફરાર મેર શખ્સને રાજકોટ ભકિતનગર પોલીસે ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથકના પીઆઈ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.બી. જેબલીયા તથા હેડ કોન્સ. રણજીતસિંહ, વિક્રમભાઈ, સલીમભાઈ, હીરેનભાઈ, ભાવેશભાઈ તથા રવીરાજભાઈ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાબરીયા કોલોની કવાર્ટર પાસેથી મૂળ જામજોધપુરના પાટણનો હાલ રાજકોટમાં બાબરીયા કોલોની કવાર્ટર બ્લોક નં. ૧૦ કવાર્ટર નં. ૫૭૩માં ભાડે રહેતો લખમણ ગગુભાઈ ઓડેદરા (ઉ.વ. ૨૮)ને છરી સાથે પકડી લીધો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા લખમણ જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા મારામારીના ગુનામાં ફરાર હતો અને તે અગાઉ હત્યા અને દારૂના ગુનામાં પણ પકડાઈ ચૂકયો હતો. આ અંગે ભકિતનગર પોલીસે તેની અટકાયત કરી જૂનાગઢ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

(3:34 pm IST)