Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

મ્યુ. કોર્પોરેશનના 2BHK ફલેટમાં ધસારોઃ ૪ દિ'માં ૧૩ હજાર ફોર્મ ઉપડયા

૧૩ લાખની આવકઃ તા.૨ માર્ચ સુધી ફોર્મનું વિતરણઃ૧ બી.એચ.કેનાં ૧૫ હજાર ફોર્મ પૈકી ૬ હજાર પરત આવ્યા : મંગળવારે છેલ્લો દિવસ

રાજકોટ તા. ૨૧: મ્યુ. કોર્પોરેશન દ્વારાપ્રધાન મંતી આવાસ યોજના અંતર્ગત LIG પ્રકારના એટલે કે ૨ બીએચકે ૧૨૬૮ ફલેટ માટેના ફોર્મ તા. ૧૭થી શરૂ કરવામાં  આવ્યા છે. છેલ્લા ચાર દિવસમાં  અંદાજીત ૧૩,૫૦૦ ફોર્મ ઉપડયા છે. જયારે ૧ બીએચએકેનાં ૧૬,૦૦૦ હજાર જેટલા ફોર્મનું વિતરણ થયુ છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નાનામૌવા, યુનિવર્સિટી રોડ, મવડી, ૧૫૦ ફુટ રીંગ રોડ સહિતના વિસ્તારમાં ૧ થી ૩ બીએચકે ફલેટ યોજના અંતર્ગત અનુક્રમે ૫૪૨, ૧૨૬૮ અને ૧૨૬૮ મળી કુલ ૩૦૭૮ આવાસોનું ૧થી ૩ બીએચકે ફલેટની આવાસ યોજના નિર્માણ કરવામાં આવી રહી છે.

મ્યુ.કોર્પોરેશન દ્વારા ૫૦ ચો.મીનાં રાણી ટાવર પાછળ, કાલાવડ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, દ્વારકેશ હાઇટસની બાજુમાં તથા સેલેનીયમ હાઇટસની સામે, મવડીથી પાળ ગામ રોડ વિસ્તારમાં ૨બી.એચ.કેની આવાસ યોજનાનું નિર્માણ કરવમાં આવી રહ્યુ છે. જેના ફોર્મનું વિતરણ ૧૭ ફેબ્રુઆરીથી શહેરની આઇસીઆઇસીઆઇ બેંકની તમામ બ્રાંચ તથા મ્યુ. કોર્પોરેશનના સિવિક સેન્ટરોમાંથી થયું રહ્યું છે. છેલ્લા ચાર દિવસમાં એટલે કે, તા.૨૦ સુધીમાં અંદાજીત  કુલ ૧૩,પ૦૦ ફોર્મ ઉપડયા છે. આ ફોર્મની કિંમત રૂ. ૧૦૦ લેખે તંત્રને ૧૩.પ૦ લાખની આવક થવા પામી છે. ૨ બી.એચ.કેનાં ફોર્મ  તા.૨ માર્ચ સુધીમાં  મેળવી અને પરત કરી શકાશે.

છેલ્લા બે દિ'

મ્યુુ.કોર્પોરેશન દ્વારા ઇડબલ્યુ આવાસ યોજના હેઠળ મવડીનાં અંબિકાટાઉન શીપ વિસ્તારમાં નિર્માણ થયેલ  ૫૪૨ - ૧બીએચકે ફલેટના અંદાજીત ૧૫,૫૦૦  ફોર્મ સામૈ ૬,૫૦૦ ફોર્મ પરત આવ્યા છે. જેની છેલ્લી તા. ૨૫ ફેબ્રુઆરી એટલે  કે છેલ્લ બે દિવસ છે. આમ ૨ બેએચકે ફલેટ માટે વધુ ધસારો જોવા મળી રહ્યો છે.

(3:53 pm IST)
  • CAA-NRC- કાશ્મીરની પણ ચર્ચા કરી શકે છે ટ્રમ્પ : અમેરિકી અધિકારીઓએ આપ્યો નિર્દેશ access_time 11:29 am IST

  • કચ્છના મોટાભાગના પોલીસ સ્ટેશન ખાલી :૪૪૫ પોલીસ જવાનો ટ્રમ્પના બંદોબસ્તમાં જોડાયા :૪મીએ ટ્રમ્પ-મોદી આવશે અમદાવાદ: પશ્ચિમ કચ્છના એસપી અમદાવાદમાં તૈનાત access_time 2:12 pm IST

  • એનટીપીસી કચ્છમાં સ્થાપશે સોલાર પ્લાન્ટ : ૫ હજાર મેગા વોટનો હશે સોલાર પાર્ક :કચ્છમાં ૩ જગ્યાઓની કરાઈ પસંદગી :૨૦ હજાર કરોડનું કંપની કરશે રોકાણ :નેશનલ થર્મલ પાવર કોર્પો.નું આયોજન access_time 2:10 pm IST