Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

સૈનિક પરિવારોના કલ્યાણ માટે કાર્યરત જિલ્લા સૈનિક મંડળની ઝોળી છલકાવજો

સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિતે ૨૫ લાખ એકત્ર કરવાનો લક્ષ્યાંક હજુ અધુરો

રાજકોટ તા. ૨૨ : શહીદ પરિવારજનો, સ્વ. સૈનિકોના ધર્મપત્નિઓ, સેવારત સૈનિકો, યુધ્ધમાં ઘવાયેલ ક્ષતિગ્રસ્ત સૈનિકો, પૂર્વ સૈનિકો તથા તેમના આશ્રીતોને વિવિધ માસિક આર્થિક સહાય જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી રાજકોટ દ્વારા ચુકાવવમાં આવે છે. સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળા પેટે સ્કુલ, કોલેજ, જાહેર સંસ્થા એકમો તથા વ્યકિતગત ફાળા રૂપે મળે રકમ કલેકટર અને પ્રમુખ એએફડી ફંડ એકાઉન્ટ નં.૩૩૮૧૪૩૩૧૫૫૮, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બહુમાળી ભવન, રાજકોટ ખાતે સરકારની પ્રસ્થાપિત પ્રણાલી મુજબ જમા કરાવવમાં આવે છે. સરકાર દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિન વર્ષ ૨૦૧૮-૧૯ નિમિતે રાજકોટ જિલ્લાને રૂ. રપ લાખનો લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે. જે હુજ સુધી પૂર્ણ થયો નથો. ત્યારે સૈનિક પરિવારોને મદદરૂપ બનવા ઇચ્છતા લોકોએ ચેક, ડ્રાફટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, માજી સૈનિક આરામ ગૃહ, પોલીસ હેડકવાર્ટર સામે, રૂડા કચેરી સામે રાજકોટ ખાતે રૂબરૂ અથવા ઉપરોકત ખાતા નં. માં જમા કરાવવા અથવા ફોન ૦૨૮૧ ૨૪૭૬૮૨૫ ઉપર સંપર્ક કરવા નિવૃત્ત લે.કર્નલ ક્રિષ્નદિપસિંહ જેઠવાની યાદીમાં જણાવાયુ છે.

 

(4:34 pm IST)