Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

આધુનિક ફેશનની દુનિયામાં નવુ સરનામુ જીગાઝ બુટીક ડીઝાઇનર - સ્ટુડીયો : ૨૪મીથી પ્રારંભઃ કાલે ફેશન શો

રાજકોટની ફેશનપ્રિય યુવતીઓ-મહિલાઓ માટે નવું નઝરાણું: હવે અમદાવાદ - મુંબઇ જવાની જરૂર નથીઃ તદ્દન નવો જ કોન્સેપ્ટ : કાલે આમંત્રિતો માટે ફેશન-શોઃ ગુજરાત ફિલ્મ-ટીવી ઉદ્યોગની મોડેલો કરશે રેમ્પ વોકઃ ડીઝાઇનર જીજ્ઞા નંદાણી- ચંદ્રેશ નંદાણી 'અકિલા'ની શુભેચ્છા મુલાકાતે

જીગાઝ ફેશન્સનું ૨૪મીએ ગ્રાન્ડ ઓપનીંગ થઇ રહયું છે તે વિષે માહિતી આપવા અકિલા કાર્યાલયે પધારેલા જીજ્ઞાબેન નંદાણી અને ચંદ્રેશભાઇ નંદાણી તસ્વીરમાં દેખાય છે. તેમની સાથે આર્કેડીયા શેર્સના સુનિલભાઇ શાહ પણ નજરે પડે છે. અંતિમ તસ્વીરમાં ફેશન-ડીઝાઇનર જીજ્ઞાબેન નંદાણીની છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.રરઃ લેડીઝમાં બધાથી અલગ ડીઝાઇનના કપડા પહેરવાનો અને આધુનિક ફેશન સાથે કદમ મિલાવવાનો અનેરો ટ્રેન્ડ હોય છે. રાજકોટની ફેશનપ્રિય અને ડીઝાઇનપ્રિય લેડીઝ માટે જાણીતા ડીઝાઇનર જીજ્ઞાબેન નંદાણી ૨૪મીને રવિવારથી ''જીગાઝ'' બુટીક-ડીઝાઇનર-સ્ટુડીયોનો દબદબાભેર, સોપાન કોમ્પલેક્ષ, ગ્રાઉન્ડ ફલોર, નિર્મલા રોડ, રાજકોટ ખાતે શુભારંભ કરી રહયા છે તે પૂર્વે આવતીકાલે સાંજે પ.૩૦ થી ૭.૩૦ દરમ્યાન આમંત્રિતો માટે ઇમ્પીરીયલ હોટલ ખાતે ગુજરાતી ફિલ્મ અને ટીવી ઉદ્યોગની મોડેલોનો એક ફેશન શો રાખવામાં આવેલો છે. જેમાં જીજ્ઞાબેને ડીઝાઇન કરેલાં ૭૦ થી ૭૫ અવનવા ડ્રેસીસ ધારણ કરી મોડેલો રેમ્પવોક કરશે.

આજે સવારે આ બુટીક ડીઝાઇનર સ્ટુડીયો વિષેની માહિતી આપવા અકિલા કાર્યાલયે પધારેલાં જીજ્ઞાબેન નંદાણી અને ચંદ્રેશભાઇ નંદાણીએ જણાવ્યું હતું કે રાજકોટની ફેશનપ્રિય યુવતીઓ અને મહિલાઓ માટે અમો ગુજરાતમાં કયાંય ન હોય તેવું એક નવું નઝરાણું શરૂ કરી રહ્યા છીએ. હવે અહીંની લેડીઝે ફેશન ડીઝાઇન માટે અમદાવાદ કે મુંબઇ તરફ જવું નહી પડે તેઓને અહીં જ અદ્યતન ફેશન ડીઝાઇનીંગ ડ્રેસીસ પ્રાપ્ત થઇ શકશે. જીગાઝ ફેશન ડીઝાઇનીંગ એન્ડ ફેબ્રીકસ વિશે વધુમાં જણાવતાં તેમને કહ્યું હતું કે અમો એક નવો જ કોન્સેપ્ટ લઇને આવ્યા છીએ જે દરેક ઉંમરની મહિલાઓ અને બાળકો માટે અવનવી ડીઝાઇનમાં ઉપલબ્ધ બનશે.

સુરતમાં ડીઝાઇનીંગનો કોર્ષ પુરો કરી રાજકોટ આવેલાં જીજ્ઞાબેન નંદાણીએ વધુમાં જણાવ્યું હતું કે મેં ડીઝાઇન કરેલાં ૭૦ થી ૭૫ અવનવા ડ્રેસ ધારણ કરી ગુજરાતી ફિલ્મ અને ટીવી ઉદ્યોગની મોડેલો આવતીકાલે સાંજે પ.૩૦ થી ૭.૩૦ દરમ્યાન ઇમ્પીરીયલ હોટલ ખાતે રેમ્પવોક કરશે. આ ફેશન શો જો કે માત્ર આમંત્રિતો માટે જ રહેશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મેયર બીનાબેન આચાર્ય, આર્કેડીયા શેર્સના સુનિલભાઇ શાહ, પીએમ આંગડીયા સુરતના જીજ્ઞેશભાઇ સોઢા પણ ઉપસ્થિત રહેશે.

(4:25 pm IST)