Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

શ્રીનાથજી સોસાયટીમાં કોંગી કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી પેવીંગ બ્લોકની સુવિધાઃ વિસ્તારવાસીઓમાં આનંદ

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧૨ માં  આવેલ સુચિત સોસાયટીમાં ધુળીયા રસ્તાની સમસ્યા દુર કરવા આ વોર્ડનાં કોંગી કોર્પોરેટરોની ગ્રાન્ટમાં રસ્તા પર પેવીંગ બ્લોકનું કામ મંજુર થતા તેનું ખાતમુહુર્ત તાજેતરમાં સંપન્ન થતાં લતાવાસીઓમાં આનંદની લાગણી ફેલાઇ હતી અને કોર્પોરેટરોનાં મોઢા મીઠા કરાવ્યા હતા. તે પ્રસંગની તસ્વીરમાં આ વિકાસ કામનું ખાતમુહુર્ત કરી રહેલા સિનીયર પ્રેસ ફોટોગ્રાફર અશોક બગથરીયા તથા વિસ્તારના આગેવાનો દર્શાય છે. આ ખાતમુહુર્ત પ્રસંગે વોર્ડ નં. ૧૨ નાં કોર્પોરેટર વિજય વાંક, ઉવર્શીબા જાડેજા, સંજય અજુડીયા, ઉવર્શીબેન પટેલ તથા કનકસિંહ જાડેજા, સંજય પટેલ, લાલાભાઇ વાંક, યુવા ફોટોગ્રાફર પ્રકાશ રાવણી, આલાભાઇ સવસેટા, અજયભાઇ, માણસુરભાઇ, રાયધનભાઇ, દાજીબાપુ વગેરેએ ઉપસ્થિત રહી આ સુવિધાને આવકારી આનંદ વ્યકત કર્યો હતો. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:24 pm IST)