Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

બાર એસો.ની ચુંટણીમાં કારોબારી તરીકે ભુપેન્દ્રસિંહ જાડેજાની ઉમેદવારી

રાજકોટ તા. રરઃ રાજકોટ બાર એસોસિએશનમાં યુવા એડવોકેટ જાડેજા ભુપેન્દ્રસિંહ વિક્રમસિંહે કારોબારી માટે ઉમેદવારી નોંધાવી છે.

આગામી તા. ર૬-ર-૧૮ને સોમવારનાં રોજ બાર એસો.ની વિવિધ પોષ્ટ માટે ચુંટણી યોજાનાર છે. આ ચુંટણી વર્ષ-ર૦૧૮નાં હોદેદારોની નિમણુંક સમાન હોય વકીલાત ક્ષેત્રે વ્યવસાય કરતાં વકીલો માટે પ્રતિષ્ઠાભર્યો ચુંટણી જંગ બની રહેનાર છે.

રાજકોટ બાર એસો.ની કારોબારી સભ્યપદ માટેના (એ) પોષ્ટ માટેની ચુંટણીમાં રાજકોટમાંથી કુલ ૧૯ ઉમેદવારો પોત પોતાની ઉમેદવારી નોંધાવેલી છે. જેમાં વર્ષ-ર૦૦૭થી રાજકોટ બાર એસો.ના કાયમી સભ્ય એવા યુવા ઉમેદવાર જાડેજા ભુપેન્દ્રસિંહ વિક્રમસિંહ ક્રમ નં. (પ) ઉપરથી પોતાની ઉમેદવારી નોંધાવેલ છે.

વકીલાતનાં વ્યવસાયમાં રેવન્યુ અને ક્રિમીનલ ક્ષેત્રે, ખુબજ સારી નામનાં જાડેજા ભુપેન્દ્રસિંહ ધરાવે છે. અને વકીલોના નાના મોટા તમામ પ્રશ્નોમાં સહી જાગૃત રહી હંમેશા નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરેલો છે.

આગામી ચુંટણીમાં જાડેજા ભુપેન્દ્રસિંહ વિક્રમસિંહે બહોળા વકીલોનાં સમર્થન સાથે નોંધાવેલ હતી. જેમાં રાજકોટનાં સર્વેશ્રી એડવોકેટશ્રી રક્ષિત કલોલા, જીજ્ઞેષ જોષી, સંજય પંડયા, તુષાર ધોણીયા, રૂપરાજસિંહ પરમાર, અશોકસિંહ વાઘેલા, ડી. ડી. મહેતા, દીલીપભાઇ જોષી, સંજયભાઇ બાવીસી, વિજયરાજસિંહ જાડેજા, રાજદિપસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, જે. એફ. રાણા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઇ ભટ્ટી, મનિષભાઇ પંડયા, ભગીરથસિંહ ડોડીયા, યુવરાજસિંહ જાડેજા વિગેરેએ શુભેચ્છા પાઠવેલ છે.

(4:32 pm IST)