Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ડો.સોનલ ફળદુને 'સુભદ્રાબેન શ્રોફ શ્રેષ્ઠ શિક્ષક'નો એવોર્ડ એનાયત

રાજકોટ તા.૨૨: વલ્લભ કન્યા કેળવણી મંડળ દ્વારા શિક્ષણ જગતમાં સિમાચિહન રૂપ કામગીરી કરનાર શિક્ષકને પ્રોત્સાહિત કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી વાલજીભાઇ ભાલોડીયા પ્રેરિત 'શ્રી સુભદ્રાબેન શ્રોફ શિક્ષક પારિતોષિક' એનાયત કરવામાં આવે છે તે અંતર્ગત વર્ષ ૨૦૧૭-૧૮ માટેનો પારિતોષિક શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્યા ડો.સોનલબેન ફળદુને એનાયત કરાયો છે.

સંસ્થા દ્વારા નિર્ણાયક તરીકે પ્રવિણભાઇ ઠકકર, ઇશ્વરભાઇ પરમાર અને પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી ભેંસદડીયાને કામગીરી સોપવામાં આવી હતી તેઓએ ઝીણવટભર્યા અભ્યાસ બાદ નિર્ણય જાહેર કર્યો હતો.

શ્રી કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલય ખાતે યોજાયેલ સમારોહનું કાર્યક્રમના મુખ્ય અતિથિ અને રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામી નિખિલેશ્વરાનંદજીના હસ્તે ડો.સોનલ ફળદુને એવોર્ડ, ગૌરવ લેખ તરીકે સ્મૃતિ ચિહ્ન અને રૂ.૨૧૦૦૦નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. અખિલભારતીય પત્રકાર સુરક્ષા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવડિયાએ એવોર્ડ વિષે પ્રતિક્રિયા આપેલ. મંડળના નિયામક ઉર્મીલાબેન દેસાઇએ પ્રાસંગીક પ્રવચન કરેલ.

(4:22 pm IST)