Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ટેલેન્ટ હન્ટ શો

 સુપર ડાન્સીંગ કલાસ દ્વારા તાજેતરમાં ''ટેલેન્ટ હન્ટ'' ડાન્સના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પ્લે હાઉસથી માંડીને કોલેજ સુધીના આશરે ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ વેસ્ટર્ન, કલાસીકલ, સાલસા કોન્ટમ વિગેરે વીસ ડાન્સ કૃતિઓ રજુ કરી હતી. આ ઉપરાંત સ્ટુડન્ટના મમ્મીઓના ગૃપ દ્વારા પણ ડાન્સ કૃતિ રજુ કરવામાં આવી હતી. વિવિધ કેટેગરીના આ નૃત્ય નિહાળી ઉપસ્થિત આમંત્રિત મહેમાનો મંત્રમુગ્ધ થઇ ગયા હતા. આ પ્રસંગે સુરેશભાઇ કનેરીયા, કિશોરભાઇ રંગપરીયા, પરેશભાઇ પોપટ, ભવાનભાઇ રંગાણી, પરેશભાઇ માણેક, ડો. અમીત હપાણી તેમજ રાજકોટ મહાનગરપાલિકાના ભુતપૂર્વ એમ.ઓ.એચ. ડો. કુમાર દોશી વગેરે મહાનુભાવો તેમજ ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બીપીન વાસણીએ સંચાલન કર્યું હતું. વિવિધ ડાન્સની કોરીયોગ્રાફી નિરજ દોશીએ કરેલ હતી.

(4:22 pm IST)