Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

રૂ. એક લાખનો ચેક પાછો ફરવાના કેસમાં મહિલા આરોપીનો નિર્દોષ - છુટકારો

રાજકોટ તા. રરઃ અત્રેના ફરીયાદી રોનક મહેશભાઇ ઘઘડાએ ફરીયાદ દાખલ કરેલ કે તેઓએ સંબંધની રૂએ હસુમતીબેન હસમુખરાય મહેતાને રૂ. ૧,૦૦,૦૦૦/- રોકડા તા. ર૮-૧૧-૧૪ના રોજ હાથ ઉછીના આપેલા અને હસુમતીબેનએ ઉછીની રકમની ચુકવણી પેઠે ફરીયાદીને રૂ. ૧,૦૦,૦૦૦/-નો એચ.ડી.એફ.સી. બેંક લી. રાજકોટનો ચેક આપેલ જે ચેકની વસુલાત મેળવવા ફરીયાદીએ તેના બેંક ખાતામાં રજુ રાખતા તે ચેક ''ફ્રન્ડ ઇન્સફીસીયન્ટ''ના કારણોસર વગર સ્વીકારાય પરત ફરેલ જે સંબંધે ફરીયાદીએ હસુમતિબેન સામે ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ અન્વયે રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરેલ. આ કેસ ચાલી જતાં કોર્ટે મહિલા આરોપીને નિર્દોષ છોડી મુકેલ  છે.

આ કેસની સુનવણી વખતે હસુમતીબેન હસમુખરાય મહેતા વતી તેમના એડવોકેટએ દલીલ કરી હતી કે આ કામમાં ફરીયાદીએ હસુમતીબેનને રૂ. ૧,૦૦,૦૦૦/- રોકડમાં હાથ ઉછયીના આપેલ હોવાના કોઇ લેખીત આધાર પુરાવા રજુ કરેલ નથી કે ફરીયાદી પાસે જેતે સમયે રૂ. ૧,૦૦,૦૦૦/- રોકડા હોવાનું કે એટલી મોટી રકમ આપવામાં જે તે સમય ફરીયાદી સધ્ધર હતા તેવું પણ સાબીત કરી શકેલ નથી. વધુમાં ફરીયાદી પોતે વેપારી હોવા છતાં કહેવાતી હાથ ઉછીની રકમ પોતાના ઇન્કમટેક્ષ રિટર્નમાં પણ દર્શાવેલ નથી. આમ ફરીયાદી પોતાનું કાયદેસરનું લેણું હોવાનું સાબીત કરવામાં સંપુર્ણ નિષ્ફળ ગયેલ છે. તેમની દલીલના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ તથા વિવિધ હાઇકોર્ટના ચુકાદાઓ ઉપર આધાર રાખી હસુમતીબેનને નિર્દોષ છોડવા રજુઆત કરી હતી.

રેકર્ડ પરના પુરાવાઓ તેમજ બન્ને પક્ષકારોના વકીલોની દલીલો ધ્યાને લઇ રાજકોટના જયુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રી બી. એસ. ઘાસુરાએ ગુનાના કામે આરોપી હસુમતીબેન મહેતાને નિર્દોષ છોડવાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ શ્રી એ. એમ. પરમાર તથા બ્રિજેશ પરમાર રોકાયેલા હતા.

(4:20 pm IST)