Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ભકિતનગર સ્ટેશન પ્લોટમાં એક મિલ્કતનો બાકી વેરો વસુલવા જપ્તીની નોટીસ

સામાકાંઠા, ગોંડલ રોડ, પરસાણાનગર, બાબરીયા કોલોની સહિતના : વિસ્તારમાંથી રૂ. ૭ લાખની મિલ્કત વેરા વસુલાતઃ વેરા શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા. ૨૨ :. મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખા દ્વારા મિલ્કત વેરાનો ચાલુ વર્ષ ૨૧૭-૧૮ના ૨૬૦ કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અન્વયે સેન્ટ્રલ ઝોનની વેરા શાખા દ્વારા ભકિતનગર સ્ટેશન પ્લોટમાં ૧ મિલ્કતના રૂ. ૫.૧૪ લાખનો બાકી વેરો વસુલવા ટાંચ જપ્તીની નોટીસ આપવામાં આવી છે તથા સામાકાંઠે તથા જૂના રાજકોટના વિસ્તારોમાંથી રૂ. ૭ લાખની વસુલાત કરવામાં આવી છે.

સેન્ટ્રલ ઝોન

વર્ષ ૨૦૧૭-૧૮માં બાકી વેરા વસુલા ઝુંબેશ અંતર્ગત પરસાણાનગરમાં આવેલ યુનિટના બાકી માંગણા સામે રૂ.૬૦,૦૦૦ સામે રીકવરી. વોર્ડ નં.૭ના ભકિતનગર સ્ટેશન પ્લોટમાં એક યુનિટના બાકી માંગણા રૂ.૫,૧૪૦૦૦ વસુલવા ટાંચ જપ્તીની નોટીસ પાઠવવામાં આવી છે.

જયારે વોર્ડ નં.૧૩ના ગોડલ રોડ પર આવેલ 'ક્રિષ્ના ઓટો લીંક' કોમર્શીયલ, વોર્ડ નં.૧૭ના અટીકા ઇન્ડસ્ટ્રીઝ, આરતી સોસાયટીમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ બાબરીયા કોલોની મેઇન રોડ સહિતના વિસ્તારોમાંથી કુલ રૂ.૩૭ લખની વેરા વસુલાત કરવામાં આવી છે.

ઇસ્ટ ઝોન

વેરા વસુલાત શાખા (પૂર્વ ઝોન) દ્વારા મિલકતવેરા રીકવરી ઝુંબેશ અંતર્ગત તથા વોર્ડ નં.૧૬ અને ૧૫ ની ટીમ દ્વારા આજી જીઆઇડીસી, મધુરમ ઇન્ડ એરીયા સહિતના વિસ્સ્તારમાં રૂ.૪ લાખ ની બાકી વેેરો વસુલ લેવા કાર્યવાહી કરતા ચેક દ્વારા વસુલાત લીધેલ છે.

આ કામગીરી આસિ. કમિશનર વાંસતીબેન પ્રજાપતી, આસી મેનેજર એમ.ડી.ખીમસુખીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરશ્રીઓની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, અરવિંદ મકવાણા બકુલ ભટ્ટ, હસમુખ કાપડીયા, ભરત રાઠોડ, તથા વિ.દ્વારા કરવામાં આવેલ છે.

(4:20 pm IST)