Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

હુડકો ચોકડીએથી મંગલપરી ગોસ્વામી દેશી પિસ્તોલ અને કાર્ટીસ સાથે દબોચાયો

ચાની લારીમાં કામ કરનારા પણ હવે 'હથીયાર'ના શોખ રાખવા માંડ્યા! : ક્રાઇમ બ્રાંચની ટીમે પકડ્યોઃ કલરકામ કરનારા ભૈયા પાસેથી લીધાનું રટણ : હેડકોન્સ. સમીરભાઇ શેખ, ઘનશ્યામસિંહ ચોૈહાણ અને અનિલભાઇ સોનારાની બાતમી

રાજકોટ તા. ૨૨: પોલીસે વધુ એક શખ્સને ગેરકાયદેસર હથીયાર અને કાર્ટીસ સાથે પકડી લીધો છે. ચાની લારીમાં કામ કરતાં બાવાજી શખ્સને ક્રાઇમ બ્રાંચે દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ સાથે હુડકો ચોકડીએથી દબોચી લીધો છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ એ. એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, મોહનભાઇ મહેશ્વરી, ઘનશ્યામસિંહ ચોૈહાણ, અનિલભાઇ સોનારા, રામભાઇ વાંક, હરદેવસિંહ રાણા, નિલેષભાઇ ડામોર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સમીરભાઇ, ઘનશ્યામસિંહ અને અનિલભાઇને મળેલી બાતમી પરથી હુડકો ચોકડીએ વોચ રાખી આશાપુરાનગર-૧૫માં રહેતાં મંગલપરી કુબેરપરી ગોસ્વામી (ઉ.૧૯)ને ર્ીરૂ. ૧૦ હાજરની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ તથા બે કાર્ટીસ સાથે પકડી લેવાયો હતો. આ શખ્સ હુડકો ચોકડીએ ખેતલા આપા ટી સ્ટોલમાં નોકરી કરે છે. તેણે એવું રટણ કર્યુ છે કલરકામ કરતાં અને પરપ્રાંતિય શખ્સ પાસેથી શોખ ખાતર આ હથીયાર ખરીદ કર્યુ છે. પોલીસ વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવશે.

(4:19 pm IST)