Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

આર્થિક ભીંસથી કંટાળી અણીયારા ગામના અંકીત અજાણીનો આપઘાત

પટેલ યુવાને પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી

રાજકોટ, તા. રર : અણીયારા ગામ પાસે વાડીમાં પટેલ યુવાને આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ અણીયારા ગામમાં રહેતા અંકીત મનસુખભાઇ અજાણી (ઉ.વ.ર૬) એ ગઇકાલે પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે શુભમ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક અંકીત અજાણી ખેતી કરતો હતો તેના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.

આ અંગે આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ વી.સી. વાઘેલા તથા રાઇટર જયદેવભાઇ અને ચેતનભાઇ ચાવડાએ તપાસ આદરી છે.

(4:19 pm IST)