Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ઘંટેશ્વર ફીલ્ટર પ્લાન્ટમાં ચોકીદાર ગેરહાજર : સિકયોરીટી એજન્સીને નોટીસ

રાજકોટ, તા. રર : મહાનગર પાલિકાના કમિશનર બંછાનિધિ પાનીની સુચના અનુસાર સુરક્ષા વિભાગ દ્વારા તા. ૧૬,૧૭/ર/ર૦૧૮ ના નાઇટ સિકયુરીટી પોઇન્ટનું ચેકીંગ કરવામાં આવેલ હતું. સિકયુરીટી ગાર્ડની ગેરહાજર બેદરકારી બદલ સબંધકર્તા સિકયુરીટી એજન્સી સામે કડક પગલા લેવામાં આવેલ હતા.

આ અંગે મ્યુ. કમિશ્નરશ્રીની યાદીમાં જણાવાયા મુજબ ઘંટેશ્વર ફીલ્ટર પ્લાન્ટ ખાતે સરપ્રાઇઝ ચેકીંગ કરતા સાંઇ સિકયુરીટી એજન્સીના સિકયુરીટી ગાર્ડ ફરજ પર ગેરહાજર મળી આવેલ જેના એજન્સીને ૧૦ હજાર રૂપિયાનો દંડ કેમ ન કરવો ? તે અંગે દિવસ ૩માં ખુલાસો કરવા જણાવેલ છે. જો મુદ્દત વીત્યેની કોઇ જવાબ ન થાય તો આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ નાયબ પોલીસ અધિક્ષક આર.બી. ઝાલા દ્વારા ઉકત એજન્સીને નોટીસ ફટકારી છે.

(4:18 pm IST)