Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

દેવીપૂજક સમાજના બાળકોના RTE શિક્ષણમાં જાતિના દાખલા અવરોધરૂપઃ વિરોધ વંટોળઃ આવેદન

કલેકટરને આવેદન પાઠવાયું: જાતિના દાખલાના અરજી ફોર્મમાં તારીખનું કોલમજ નથી બોલો...

રાજકોટ તા. રર : મરબ સેવા સંસ્થાના આગેવાનો એમ.પી.પીત્રોડા, અજયભાઇ, સૂમીતાબેન, નૈતિકા પરમાર, સાજુબેન વિગેરેએ રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવી દેવી-પુજક સમાજના બાળકોના આરટીઇ શિક્ષણમાં જાતિના દાખલા અવરોધરૂપ બનતા હોવા અંગે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેરાયું હતું કે અશકિતમાન વ્યકિતઓ દેવીપુજક સમાજના ઉપલી સાત પેઢીમાં કોઇએ શાળા-પ્રવેશ મેળવ્યો નથી. એટલે તેઓ પાસે (૧) અરજદારના પિતાનું એલ.સી.નથી. પરંતુ(ર) અરજદારનું પોતાનું એલ.સી.છે. ત્યારે(૩) જરૂર જણાય તો અધિકારીએ ખરાઇ માટે ઉપલી પેઢીનું એલ.સી.માગવું જોઇએ તે બાબતોથી કોઇના જાતિના દાખલા કાઢી આપવામાં આવતા નથી આવી ફરીયાદ આવી છે.હકીકતમાં આ બાબત સાચા લાભાર્થીઓની સંખ્યા ઘટાડવાનો પ્રયત્ન છે. તેથી ખાલી રહેતી જગ્યા પર ધનવાનોના બાળકોનો શાળા પ્રવેશ અને દેવીપુજક સમાજના બાળકોને નનૈયો ભણે છ.ે

ઘણી પેઢી વીત્યાના સમય પછી આજે શિક્ષણ મેળવવા મથતા દેવીપુજક સમાજના બાળકોના સારા પાયાના બુનિયાદી આરટીઇ-શિક્ષણમાં અડીખમ-અવરોધ જાતિનો દાખલો બની રહ્યો છે. જાતિના દાખલા અરજી ફોર્મમાં એન પ્રકારે બાળકોના અધિકાર રોકવા તે ગુનો છે. તે બાબતે બાળ  હકક રક્ષક કમિશ્નરને સાકળવામાં આવશે તેમ પણ ઉમેયું હતું

(4:11 pm IST)