Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

તિરૂપતિનગરમાં પેવિંગ બ્લોકના કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૦ના તિરૂપતિનગર-૩, રૈયા રોડ પરના વિસ્તારમાં કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાની ગ્રાન્ટમાંથી પેવિંગ બ્લોકનું કામ મંજુર થતા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી દિનેશભાઇ ડાંગર તથા સ્થાનિક આગેવાન અનંતરાય મહેતાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યુ. આ પ્રસંગે વોર્ડ કોંગી પ્રમુખ જગદીશ ડોડીયા, રાજુબાઇ જુંજા, ઉપરાંત સ્થાનિક આગેવાનો સર્વશ્રી એમ.પી.ગોસ્વામી સંજયભાઇ પટેલ, આર.પી.કરગઠીયા, પરેશભાઇ પઢીયા દિવ્યેશભાઇ પરમાર, પરબતભાઇ કરગઠીયા, સુરેશભાઇ દાવડા, અરવિંદભાઇ તન્ના, જીતુભાઇ પઢીયાર, સાકેતભાઇ પઢીયા, દુર્ગાબેન જોષી, જશવંતીબેન નંદાણી, નીતાબા ઝાલા, મધુબેન પટેલ, અલ્પાબેન પરમાર, માલીનીબેન ચાવડા, શોભનાબેન ચંદારાણા, આશાબેન કટારીયા, કિર્તિબેન દાવડા, અરૂણાબેન ચાવડા, રમાબેન મહેતા, ક્રિષ્નાબેન પઢીયાર, વગેરે હાજર રહ્યા હતા.

(4:08 pm IST)