Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

મિત ઓઝાની ઝળહળતી સિધ્ધી બદલ બહુમાન

રાજકોટ : લોઅર કે. જી.થી ધો.૧૨ સાયન્સ સુધીના અભ્યાસક્રમમાં ૯૦ % થી ઉપર માર્કસ લઇ આવનાર મિત બીપીનભાઇ ઓઝાનું તાજેતરમાં યોજાયેલ સરસ્વતી સન્માન સમારોહ દરમિયાન બ્રહ્મસંગમ સંસ્થા ભુદેવ સેવા સમિતિ તથા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શીલ્ડ અને ઇનામો આપી બહુમાન કરાયુ હતુ. હાલ વીવીપી કોલેજમાં પ્રથમ વર્ષમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરતા મિતને નવરાત્રીમાં દાંડીયા રાસ તેમજ ક્રિકેટ અને રંગોળી પ્રત્યે પણ અનહદ લગાવ રહે છે. તેની આવી ઝળહળતી પ્રવૃત્તિઓ બદલ  પિતા બીપીનભાઇ બી. ઓઝા (રાજકોટ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ ખજાનચી) અને માતા ગીતાબેન ઓઝાને સૌએ શુભેચ્છા પાઠવી હતી.

(4:08 pm IST)