Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ટુ વ્હીલરમાં યાંત્રીક ખામી અંગે વળતર ચુકવવા ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો હુકમ

ફોરચ્યુન ઓટોના ડિસ્ટ્રીબ્યુટર ભરત પટેલ તથા જયેશ પટેલને વાહનની કિંમત અને માનસીક ત્રાસનું વળતર ચુકવવા આદેશ

રાજકોટ તા.૨૨: પૂર્વ ક્રિકેટ કપ્તાન સૌરવ ગાંગુલી જેના બ્રાંડ એમ્બેસેડર છે તે વિબગ્યોર ૩ વ્હીલરમાં યાજ્ઞીક ખામી અંગે ગ્રાહકને વળતર ચૂકવવા ગ્રાહક તકરાર નિવારણ ફોરમએ હુકમ કરેલ છે.

ફરિયાદી રામજીભાઇ બધાભાઇ મકવાણા રાજકોટવાળાએ ગ્રાહક સુધારાધારપ ૧૯૮૬ની કલમ ૨-(૧)જી તથા કલમ ૧૨ મુજબ સામાવાળા વિબગ્યોર વ્હીકલ ટુ વ્હીલરમાં યાત્રિક ખામીને લીધે તા.૫-૪-૨૦૧૨ના રોજ સામાવાળા મેનેજીંગ ડીરેકટર ભરત પટેલ તથા જયેશ પટેલ ફોરચ્યુન  ઓટો ઓલ ગુજરાત ડીસ્ટ્રીબ્યુટર અમદાવાદ તથા સૌરવ ગાંગુલી કે જે વિબગ્યોર વ્હીકલના બ્રાન્ડ એમ્બેસેડર છે. જેઓ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન છે. તેની સામે ફરીયાદ કરી વળતર  મેળવવા દાદમાંગતા પ્રમુખશ્રી એમ.વી.ગોહેલ તથા સભ્ય જે.આઇ.રાવલ દ્વારા વાહનની કિંમત રૂ.૩૧૨૬૨, તથા રૂ.૫૦૦૦ માનસિક ત્રાસના વળતર પેટે તેમજ ફરિયાદના ખર્ચ અંગે રૂ.૨૦૦૦ ચુકવવાનો ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપેલ છે.આ ફરિયાદના કામે ફરિયાદી રામજીભાઇ બધાભાઇ મકવાણા રહે.દલીતનગર મેઇન રોડ, ગંજીવાડા, રાજકોટ વાળાએ જાતે સને ૨૦૧૨ થી ન્યાયિક પ્રક્રિયાઓ પુર્ણ કરાવી અમદાવાદ ગ્રાહકપંપ માંથી આ કેસ રિમાન્ડ થયેલ હોય. રાજકોટ એડીશનલ ફોરમમા દાદ માંગ ન્યાય મેળવ્યો હતો.

(3:58 pm IST)