Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

વર્ધમાનનગર જૈન સંઘ દ્વારા બસની વ્યવસ્થાઃ બે પાલ દ્વારા યાત્રિકોની ભકિત

શેત્રુંજય તીર્થની છ ગાઉની યાત્રા માટે

રાજકોટ, તા. ૨૨ : વર્ધમાન નગર જૈન સંઘ દ્વારા આગામી ફાગણ સુદ ૧૩ને તા.૨૮ ફેબ્રુઆરીના રોજ પાલીતાણા ખાતે શેત્રુંજય તીર્થની પાવન યાત્રા કરનાર દરેક યાત્રિકોની ભાવથી ભકિત કરવામાં આવશે. છેલ્લા ૩૯ વર્ષથી ઘેટી પાળ ખાતે ૨ પાલ દ્વારા સંઘ દ્વારા યાત્રિકોની ભકિત કરવામાં આવે છે એ પરંપરા અનુસાર આ વર્ષે પણ બંને પાલમાં યાત્રિકો માટે ભોજન તથા આરામની ખાસ સગવડ રાખવામાં આવી છે. એમ સંઘના કનુભાઈ વસાની યાદીમાં જણાવાયું છે. જેમાં ફ્રૂટ (અંગુર), દહીં-પૂરી, સંભારો, તજ - લવીંગ - કેસર વગેરે મસાલાથી ભરપૂર વરીયાળી સરબતની ભકિત કરવામાં આવશે. ઉકાળેલા પાણી, આયંબીલ અને એકાસણા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

વર્ધમાન નગર જૈન સંઘ દ્વારા પાલીતાણા તીર્થની છ ગાઉની યાત્રા માટે તા.૨૭ના રાત્રે શ્રી સંઘ ખાતેથી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. બસનો લાભ લેવા માગતા યાત્રીકોએ વર્ધમાનનગર જૈન સંઘનો સંપર્ક કરવા તથા બંને પાલ પર છ ગાઉની યાત્રા કરનાર દરેક યાત્રિકોને લાભ આપવા શ્રી સંઘ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(3:58 pm IST)