Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

લોકોને સુખાકારી પ્રદાન કરતુ હેલ્થફૂલ બજેટઃ જયંત ઠાકર

રાજકોટ તા.૨૨: પીડીયુ સીવીલ હોસ્પિટલના કાઉન્સેલર અને ભાજપ કાર્યાલય મંત્રી જયંત ઠાકરએ નાણામંત્રી નિતીનભાઇ પટેલે રજુ કરેલ બજેટને આવકારતા જણાવ્યું કે નાગરિકોનું સારૂ સ્વાસ્થય અને તંદુરસ્ત સમાજની પ્રગતિનંુ પ્રથમ પગથિયુ ભરાયુ છે.રાજયનો કોઇપણ નાગરિક આર્થિક સંકડામણના કારણે આરોગ્ય સેવાથી વંચિત ન રહે તે માટે શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી અમૃતમ (મા) અને મા-વાત્સલ્ય યોજના, બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, મફત દવાઓ જેવી અનેક યોજનાઓનો લાભ ગુજરાતની જનતાને મળેલ છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય હેઠળ ૧૮ વર્ષ સુધી તમામ બાળકો અને વિદ્યાર્થીઓને સરકારી સંસ્થાઓમાં વિનામૂલ્યે સારવાર પુરી પાડવામાં આવે છે.

તબીબી ક્ષેત્રે કુલ ૧૧૫ કરોડની ફાળવણી, રાજકોટ પીડીયુ સીવીલ હોસ્પિટલમાં મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલના બાંધકામ માટે કુલ ૪૬ કરોડની ફાળવણી, મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલમાં કુલ ૫૦૦ બેડની આ નવસર્જન હોસ્પિટલનું નિર્માણ થશે. તેમજ મા અમતૃમ કાર્ડમાં રૂ.૨.૫૦ લાખની મર્યાદામાં વધારો કરી સીધા રૂ.૩ લાખની જોગવાઇ કરવામાં આવી છે તેમજ કિડની, લીવર અને પેન્ક્રીયાઝના પ્રત્યારોપણ માટે અપાતી સહામાં બે લાખની સહાય વધારીને પાંચ લાખની કરવામાં આવી છે.

ઉપરાંત પેટા આરોગ્ય કેન્દ્રથી માંડીને સુપર સ્પેશ્યાલીસ્ટી હોસ્પિટલો સુધી ૨૫૦ થી ૬૪૨ પ્રકારની આરોગ્યરક્ષક દવાઓ વિનામુલ્યે પુરી પાડવા માટે કુલ ૪૭૦ કરોડની જોગવાઇ વાળી બજેટ હેલ્થકુલ હોવાનુ  જયંત ઠાકરે જણાવેલ છે.

(3:58 pm IST)