Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ગાય આધારીત ખેતી કરવાથી ૨૫ ટકા ખર્ચ બચે, ઉત્પાદન વધુ મળેઃ રવિવારે ચિંતન શિબિર

ઝીરો બજેટ ખેતી કરતા ખેડૂતો અને કાર્યકરોએ હાજર રહેવા અનુરોધ

રાજકોટ,તા.૨૨: ગાય આધારિત ખેતી માટે સૌરાષ્ટ્ર કચ્છની ચિંતન શિબિર તા.૨૫ના રવિવાર સવારે ૮ થી ૪ રાખેલ છે. જેમાં ઝીરો બજેટ ખેતી કરતા ખેડૂતભાઈઓ અને કાર્યકર્તાઓએ હાજર રહેવા જણાવાયું છે.

સૌરાષ્ટ્રના દરેક ગામડામાં ખેડૂતભાઈઓ ગાય આધારીત ખેતી કરવાની દવા ખાતરના ૨૫ ટકા ખર્ચ બચે છે અને ઉત્પાદન વધુ મળે છે અને સજીવખેતીનું ઉત્પાદનવાળું અનાજ શાકભાજી મળવાથી લોકોનું આરોગ્ય સારુ રહેશે. એટલે દવાખાનાના ખર્ચથી બચશે., ગાય માતા બચશે, બાળકોને દૂધ-ઘી ખાવા મળશે. ગાય બચશે તો દેશ બચશે (સ્વ.રાજીવ દિક્ષીત)નું સ્વપ્ન સાકાર કરવા અનુરોધ કરાયો છે.

કાર્યક્રમનું સ્થળઃ સર્વોદય સ્કૂલ, પી.ડી.માલવીયા કોલેજ કોમ્પસ, ગોંડલ રોડ, રાજકોટ. વધુ માહિતી માટે ચંદ્રેશભાઈ પટેલ, કિશાન ગૌશાળા મો.૯૭૨૫૨ ૧૯૭૬૧, કાંતિ પટેલ મો.૯૮૨૪૨ ૩૩૭૨૯નો સંપર્ક કરવો.તસ્વીરમાં કિશાન ગૌશાળાના- ચંદ્રેશભાઈ, શ્રીસહજાનંદ ગૌશાળા -કાંતિભાઈ, શ્રી જય સોમનાથ ગૌશાળાના- ભાવીનભાઈ, કેતનભાઈ, ગૌરધનભાઈ ચૌહાણ, દિલીપભાઈ, મનસુખભાઈ અને સંદીપભાઈ વેકરીયા નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:54 pm IST)