Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

કંપની સેક્રેટરી ફાઉન્ડેશનની પરીક્ષામાં અમદાવાદનો દબદબો ૧૧ વિદ્યાર્થીઓ ટોપર્સઃ રાજકોટ ચેપ્ટરનું પરીણામ ૬૮ ટકા જાહેર

કમલેશ બચાણી પ્રથમ અને ધ્રુવીન મર્થક રાજકોટ કેન્દ્રમાં બીજા ક્રમે ઉર્તીણ

રાજકોટઃ ધી ઇન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડીયા દ્વારા ગત ડીસે. માસમાં લેવાયેલ ફાઉન્ડેશન પ્રોગ્રામ પરીક્ષાનું પરીણામ ગત સાંજે જાહેર થયું છે. સમગ્ર દેશમાં રપ ટોપર રેંકર્સમાં અમદાવાદ શહેરના ૧૧ છાત્રો આવ્યા છે. રાજસ્થાન મૂળની ૪ છાત્રાઓ પણ પરીક્ષામાં મેદાન માર્યુ છે.

આઇસીએસઆઇ અમદાવાદ ચેપ્ટરના અધ્યક્ષ અંકુર શાહે જણાવ્યું છે કે અમદાવાદમાં રર૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૧૩૮ વિદ્યાર્થીઓ ઉર્તીણ થયા છે. ૬૩.૩૮ ટકા પરીણામ આવ્યું છે. જુન ર૦૧૭ની તુલનામાં ૧.ર૪ પરીણામ ઘટયું છે. જયારે ટોપર કક્ષામાં ગત પરીક્ષામાં ૧૭ અમદાવાદના જયારેઆ સંખ્યા ૧૧ ની થઇ છે.

અમદાવાદ ચેપ્ટરની પ્રથમ અને દેશભરમાં ૧૪ માં સ્થાને ઉર્તીણ રૂકદયા મુઝફર શાકીર છે. તેને ૪૦૦ ગુણમાંથી ૩૪૪ ગુણ સાથે ૮૬ ટકા આવ્યા છે. જયારે સ્તુતી કૌશીક ૩૪ર અને ૮પ.પ૦ ટકા સાથે દેશમાં ૧પ માં ક્રમે છે. જયારે ત્રીજા ક્રમે ઉદયપુરની જહાન્વી કાલાનીને ૩૩૬ ગુણ સાથે ૩૩૬ એક આવ્યા છે.

જયારે રાજકોટમાં ધ ઇન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડીયા રાજકોટ ચેપ્ટરની એક યાદી મુજબ ડીસેમ્બર ર૦૧૭માં લેવાયેલ કોમ્પ્યુટર બેઇઝડ ફાઉન્ડેશનનું પરીણામ નવી દિલ્હી ખાતેથી જાહેર કરાયું સી.એસ. ફાઉન્ડેશનની પરીક્ષા રાજકોટ ચેપ્ટર અંતર્ગત રાજકોટ અને જામનગર એમ બે પરીક્ષા કેન્દ્ર પર લેવામાં આવેલ હતી. સી.એસ. વિરલ ઠકરાર, ચેરમેન આઇ.સી.એસ.આઇ. રાજકોટ ચેપ્ટર દ્વારા જણાવાયું હતું કે રાજકોટ ચેપ્ટરમાં સૌરાષ્ટ્ર એરીયામાં બે પરીક્ષા કેન્દ્ર મળીને કુલ પ૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૩૬ વિદ્યાર્થીઓ ઉર્તીણ થયા છે. રાજકોટ ચેપ્ટરનું સરેરાશ પરીણામ ૬૮ ટકા આવ્યું છે.

આ સાથે જણાવવાનું કમલેશ બચાણી  જે રાજકોટ ચેપ્ટરમાં પ્રથમ ક્રમે પાસ થયેલ છે અને ઓલ ઇન્ડીયામાં પંદરમાં ક્રમે આવેલ છે. જેમણે જામનગર સેન્ટરથી પરીક્ષા આપી હતી. તેમજ ધ્રુવીન મર્થક જે રાજકોટ ચેપ્ટરમાં બીજા ક્રમે અને ઓલ ઇન્ડીયામાં સતરમાં ક્રમે આવેલ છે અને જાનવી શાહ જે રાજકોટ ચેપ્ટરમાં ત્રીજા ક્રમે આવેલ છે.

આઇસીએસઆઇ રાજકોટ ચેપ્ટર બધા તેજસ્વી તારલાઓને હાર્દિક અભિનંદન પાઠવે છે. સી.એસ. ફાઉન્ડેશન પાસ કરેલ વિદ્યાર્થીઓએ તારીખ ર૮ મી ફેબ્રુઆરી ૨૦૧૮ પહેલા એકઝીકયુટીવ કોર્સનું રજીસ્ટ્રેશન કરવા રાજકોટ ચેપ્ટરના ચેરમેનને માહીતી આપે છે.

વધુ માહીતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો આઇસીએસઆઇ રાજકોટ ચેપ્ટર ર૧૬, ક્રિષ્ના કોનાર્ક-ર, ટાગોર રોડ રાજકોટ ૩૬૦ ૦૦ર ફોન નંબર ૦ર૮૧- ર૪૮ર૪૮૯, ૭ર૧૧૧ પપપ૮૧.

(3:53 pm IST)