Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

આહિર સ્ટુડન્ટ વેલફેર ગ્રુપ દ્વારા રવિવારે ૭૨૫ વિદ્યાર્થીઓને ફુલડે વધાવાશેઃ ધારાસભ્યોનું સન્માન

રજતજયંતિ વર્ષ અંતર્ગત આયોજનઃ છાત્રોને શિલ્ડ-પ્રમાણપત્ર એનાયત કરાશે

 રાજકોટઃ તા.૨૨, આહિર સ્ટુડન્ટ વેલફેર ગ્રુપ  રાજકોટ રજતજયંતિ વર્ષ ઉજવી રહયું  છે. ગૃપના આ ૨૫માં કાર્યક્રમનું દિપ પ્રાગ્ટય કરશે ઉદઘાટનશ્રી નાગદાનભાઇ ચાવડા (પ્રમુખ આહિર કન્યા છાત્રાલય  રાજકોટ)  કાર્યક્રમનું પ્રમુખ સ્થાન શોભાવશે શ્રી અર્જુનભાઇ ખાટરીયા (કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત રાજકોટ) આ કાર્યક્રમમાં ૧૦૨ શિલ્ડ તથા ૬૨૩ વિદ્યાર્થી ભાઇ- બહેનોને મહાનુભવોના  હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

 તાજેતરમાં ચુંટાયેલા ધારાસભ્યોનું વિશેષ સન્માન આ તકે કરવામાં આવશે. જેમાં શ્રી જવાહરભાઇ ચાવડા (ધારાસભ્ય માણાવદર) શ્રી વાસણભાઇ આહિર (મંત્રી સા.શૈ. પછાત વર્ગ કલ્યાણ ગુજરાત રાજય) શ્રી વિક્રમભાઇ માડમ (ધારાસભ્ય જામખંભાળીયા) ભગાભાઇ બારડ (ધારાસભ્ય તાલાળા-ગીર) તેમજ અમરીશભાઇ ડેર (ધારાસભ્ય રાજુલા- જાફરાબાદ)

 કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો સર્વશ્રી લાભુભાઇ ખીમાણીયા (પ્રમુખશ્રી અખિલ મચ્છોયા આહિર સમાજ દ્વારીકા) ભાનુભાઇ મહેતા ( મહામંત્રી જિલ્લા ભાજપ  રાજકોટ)  ઘનશ્યામભાઇ ખાટરીયા, (એમ.ડી. આર. ડી.સી.બેંક), વેજાભાઇ રાવલીયા (પુર્વ ધારા સભ્ય કુતિયાણા) જશુભાઇ રાઠોડ (આહિર છાત્રાલય રાજકોટ) ભીખુભાઇ વારોતરીયા (મહામંત્રી ગુજરાત કોંગ્રેસ) ઘનશ્યામભાઇ હેરભા (ટ્રસ્ટી પી.ડી.એમ. કોલેજ રાજકોટ) જીતુભાઇ ડેર (પ્રમુખ આહિર બોર્ડીંગ અમરેલી) ડી.એમ.હડીયા (ડેપ્યુટી કલેકટર રાજપીપળા) દિલીપભાઇ લાડુમેર (ડીન જી.ટી.યુ. સૌરાષ્ટ્ર ઝોન) વી.ડી. બાલા સાહેબ (પ્રમુખશ્રી નવરંગ નેચર કલબ રાજકોટ) માયાભાઇ આહિર (લોક સાહિત્યકાર) હાજરી આપશે.

 કાર્યક્રમનું સ્થળઃ હેમુ ગઢવી નાટય ગૃહ ટાગોર  માર્ગ, વિરાણી હાઇસ્કુલ પાસે રાજકોટ બપોરે ૨ કલાકે તા.૨૪ શનિવાર.

 આ આયોજનમાં સંસ્થાના પ્રમુખ  વિજય હેરભા (૯૭૧૪૮ ૨૦૦૦૧), મંત્રી અનિલ મેતા (૯૩૨૭૫ ૧૯૬૬૯), શૈલેષ ડાંગર, વિક્રમ હુંબલ, વિવેક પંચોલી, સુરજ ડેર, મયુર વાંક, ગૌતમ રાઠોડ, કમલેશ વીરડા, ભરત ડાંગર વિ. જોડાયા છે.

(3:51 pm IST)