Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

કુંડલીયા મહિલા કોલેજમાં હસ્તકલા મેળો

સ્વ. એમ.જે.કુંડલીયા મહિલા આર્ટસ કોમર્સ અને કોમ્પ્યુટર સાયન્સ મહિલા કોલેજની દિકરીઓની સુષુપ્ત શકિતઓને બહાર લાવવા અને ગાંધીજીના સ્વપ્નને સાકાર કરવા તથા વડાપ્રધાનના સુત્ર મેક ઇન ઇન્ડીયાને મુર્તિમંત કરવા હસ્તકલા મેળાનું આયોજન કરવામાં આવેલ. જેના ઉદઘાટન પ્રસંગે કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોશી, ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદી ઉપસ્થિત રહયા હતા. આ સાથે કોલેજની  તેજસ્વી દિકરીઓના સન્માન અને બી.એ, બી.કોમ, બી.સી.એ. સેમેસ્ટર ૬ અને પીજીડીસીએની દિકરીઓના વિદાયનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલ. આ વિવિધ કાર્યક્રમનું સંચાલન પ્રા. ડો. સાધનાબેન ગોહીલે કરેલ. મહેમાનોનું સ્વાગત ઇ.ચા. પ્રિન્સીપાલ ડો.નીલુબેન લાલચંદાણી અને આભારવિધિ ગ્રંથપાલશ્રી અંજલીબેન પંડયાએ કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડો.સાધનાબેન ગોહીલ, પ્રા. ડો. મંજુલાબેન અઘેરા તથા સમગ્ર ટીચીંગ, નોનટીચીંગ, ગ્રંથાલય અને કમ્પ્યુટર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

 

(3:48 pm IST)