Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

જન ઔષધિ સ્ટોરમાં જેનરિક દવા ઉપરાંત અન્ય અમૂક વસ્તુઓ પણ વેચવાની છુટ

દવા, સૌંદય પ્રસાધનો અને પ્રોવિઝનલ વસ્તુઓ વેચી શકાશે

રાજકોટ તા. રર : રાજયમાં દીનદયાલ પ્રધાનમંત્રી જન ઔષધિસ્ટોર્સમાં જેનેરિક દવાઓ ઉપરાંત સૌંદય પ્રસાધનો અને પ્રોવિઝનલ વસ્તુઓ વેચવા પરનો પ્રતિબંધ સરકારે હટાવ્યો છે. આ અંગે રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુકત સચિવ આર. ટી. ક્રિશ્ચયનની સહીથી તા.૧૪ ફેબ્રુઆરીએ પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છ.ે

પરિપત્રમાં જણાવ્યું છે કે સ્ટોર સંચાલન કરનાર ખાનગી કંપની/વ્યકિત છે. તેમને આ સ્ટોરના સંચાલન માટે જરૂરી ભૌતિક સગવડો, રોજબરોજના કન્ટીજર્ન્સી ખર્ચ, વગેરેના નિભાવ ખર્ચ માટે સરકાર દ્વારા કોઇ વિશેષ નાણાકીય સહાય આપવામાં આવતી નથી જેના કારણે ફ્રેન્ચાઇઝી દ્વારા સંચાલિત ઘણા સ્ટોરNon-viable થયાની રજુઆત છ.ે માત્ર જેનેરિક દવા વેચવાની શરતને કરણે તેમના સ્ટોરનું ભાડું, અન્ય ખર્ચા સામે viable ઘટી જાય છે. ડોકટર્સ પણ પ્રિસ્કીપ્શન ન આપે ત્યારે આ દવાઓનું વેચાણમાં પણ ઘણી મુશ્કેલી છે .તેથી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત pMBJPયોજના તથા Amrit યોજના અંતર્ગત જેનેરિક દવાઓ ઉપરાંત જે વધારાની વસ્તુઓ જેવી કે કોસ્મેટીકસ અને અન્ય પ્રોવિઝનલ વાપરવાની છુટ છે તે બધી તથા GNFC ની NEEM પ્રોડકટસ વગેરે વેચવાની સંમતિ આપવાની બાબત સરકારમાં વિચારણા હેઠળ હતી.

સરકારે ઠરાવ કર્યો છે. કે દિનદયાલ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર યોજના હેઠળના ફ્રેન્ચાઇઝી હેઠળ એનાયત થયેલ જેનેરિક દવાઓના સ્ટોરમાં જેનેરિક દવાઓ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત PMBJP  યોજના અને AMRIT પ્રોજેકટ અંતર્ગત જે જેનેરિક દવાઓ, કોસ્મેટીકસ અને અન્ય પ્રોવિઝનલ વસ્તુઓ વેચવાની છુટ છ ેતે બધી તથા GNFC ની ફચ્ચ્પ્  પ્રોડકટસ આઇટમોનું વેચાણ કરી શકાશે અન્ય શરતો યથાવત રહેશે.

(3:36 pm IST)