Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ગુરૂજીનગર કવાર્ટર પાછળ ખુલ્લા પ્લોટમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી

યુવાનની ઓળખ મેળવવા તપાસ

રાજકોટ તા. રર :.. સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગરના કવાર્ટર પાછળ પ્લોટમાંથી એક અજાણ્યા યુવાનની લાશ મળી આવતા યુનિવર્સિટી પોલીસે તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ ગુરૂજીનગર આવાસ યોજનાના કવાર્ટર પાછળ ખુલ્લા પ્લોટમાં એક રપ વર્ષના અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ પી. એ. ગોહેલ તથા રાઇટર બોઘાભાઇ અને પ્રદીપભાઇ કોટકે સ્થળ પર પહોંચી તપાસ આદરી છે. મૃતક યુવાન પાતળા બાંધાનો તેણે આછા દુધીયા કલરનો સફેદ લાઇનવાળો શર્ટ પહેરેલ છે. અને કાળા કલરનો બરમુડો પહેરેલ છે. આ યુવાનની ઓળખ મેળવવા પોલીસે તેના વાલી વારસની શોધખોળ આદરી છે. આ યુવાનના જો કોઇ સગા-સંબંધી હોઇ તો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮૧ - રપ૭પ૧ર૪ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. 

(3:36 pm IST)