Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

જંગલેશ્વરના બુટલેગર ઉસ્માન ઉર્ફ ગની જૂણેજાને પાસામાં ધકેલી દેવાયો

ભકિતનગર પોલીસે વોરન્ટની બજવણી કરીઃ અમદાવાદ જેલહવાલે

રાજકોટઃ શહેર પોલીસ કમિશ્નર અનુમપસિંહ ગહલોૈતે વધુ એક શખ્સને પાસામાં ધકેલી દીધો છે. જંગલેશ્વર શેરી નં. ૧માં શાળા નં. ૭૦ની સામેની શેરીમાં રહેતો ઉસ્માન ઉર્ફ ગની ઇબ્રાહીમભાઇ જૂણેજા (ઉ.૨૬) અગાઉ ઇંગ્લીશ દારૂના ગુનામાં પકડાયો હોઇ તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત પોલીસ કમિશ્નરશ્રીએ મજુર કરતાં ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવી, એએસઆઇ ઇન્દુભા રાણા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ભાવીનભાઇ, ભાવેશભાઇ, દિપકભાઇ, રાણાભાઇ, હિરેન્દ્રભાઇ અને હોમગાર્ડ હાર્દિકભાઇએ વોરન્ટની બજવણી કરી અમદાવાદ જેલમાં મોકલ્યો છે.

(12:54 pm IST)