Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

રૈયામાં બહેને કેટરર્સમાં કામે જવાની ના પાડતાં કાજલે એસિડ પી લીધું

રાજકોટ તા. ૨૨: રૈયાધારમાં રહેતી કાજલ દલાભાઇ રાઠોડ (વણકર) (ઉ.૧૭)ને તે રૈયા ગામમાં રહેતાં તેના બહેન શિતલ બીપીનભાઇ મુછડીયા અને બનેવીના ઘરે હતી ત્યારે બહેન શિતલે ઠપકો આપતાં માઠુ લાગી જતાં એસિડ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

કાજલ ત્રણ બહેન અને એક ભાઇમાં નાની છે. માતા હયાત નથી. શિતલના કહેવા મુજબ કાજલને કેટરર્સમાં કામ કરવા જવું હોઇ તેમાં કામ કરવા જવાની મેં ના પાડતાં અને ઠપકો આપતાં તેણે આવું પગલુ ભર્યુ હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

(9:39 am IST)