Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

રોડ પર ખાડો આવતાં બાઇક ઉછળી પડ્યું: થાનના ૩ને ઇજા

રાજકોટ તા. ૨૨: થાનગઢમાં રસ્તા પર ખાડો આવતાં બાઇક ઉછળી પડતાં એક યુવાન અને સાથેના બે ટાબરીયાને ઇજા થઇ હતી.

થાન રહેતાં મુળજી મગનભાઇ (ઉ.૧૮),ં આદર્શ મહેશભાઇ રાઠોડ (ઉ.૧૭) અને બિપીન કિશોરભાઇ પારઘી (ઉ.૧૬) બાઇકમાં બેસી ખરેડીથી થાન જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં કાસીયા ગામ પાસે રોડ પર ખાડો આવતાં બાઇક ઉછળી પડતાં ત્રણેયને ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇએ થાન પોલીસને જાણ કરી હતી.

(9:39 am IST)