Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

કાલમેઘડામાં ઘેંટા ખેતરમાંથી કાઢતાં ખાંટ વૃધ્ધ પર હુમલો

ઘુસાબાપાને જગદીશ ભરવાડે લાકડીથી ફટકાર્યા

રાજકોટ તા. ૨૨: કાલાવડના કાલમેઘડા ગામે રહેતાં ઘુસાભાઇ સોમાભાઇ ગુજરાતી (ઉ.૭૦) નામના ખાંટ વૃધ્ધ સાંજે પોતાની વાડીએ હતાં ત્યારે ગામના જ જગદીશ ભરવાડે લાકડીથી માર મારતાં કાલાવડ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

ઘુસાભાઇના સગાના કહેવા મુજબ જગદીશ ભરવાડના ઘેંટા ઘુસાભાઇના ખેતરમાં આવી જતાં તેણે ઘેંટાને બહાર કાઢતાં જગદીશે ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાલાવડ પોલીસને જાણ કરી હતી.

મોરીદળમાં દેવીબેન વણકર દાઝી જયા

કાલાવડના મોરીદળ ગામે રહેતાં દેવીબેન ભરતભાઇ પાતર (ઉ.૩૩) નામના વણકર મહિલા ચુલા પર રસોઇ બનાવતાં હોઇ વધુ તાપ કરવા કેરોસીન નાંખતા ભડકો થતાં દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેણીના પતિ છૂટક મજૂરી કરે છે. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.

(9:39 am IST)