Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

એકટીવા ચોરીનો આરોપ મુકી ત્રંબામાં સંજયને પિત્રાઇ ભાઇઓ ધોકાવ્યો

છ એક દિવસ પહેલા સંજયને વાંકાનેર પોલીસે વાહન સાથે પકડ્યો'તો

રાજકોટ તા. ૨૨: ત્રંબામાં રહેતાં સંજય પરબતભાઇ બાવળીયા (ઉ.૩૦) નામના હીરાઘસુ કોળી યુવાનને તેના જ કુટુંબી ભાઇ બાબુ બાવળીયા, રોહિત, કેતન, હેમંત સહિતે ધોકા-પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

સંજયના કહેવા મુજબ તેને તેના ભાઇ બાબુએ એકટીવા ફેરવવા આપ્યું હતું. આ વાહન લઇને પોતે વાંકાનેર સસરાના ઘરે ગયો હતો ત્યારે ત્યાંની પોલીસે વાહન સાથે પકડી કાગળો વગેરે આધાર માંગ્યા હતાં. બાબુને જાણ કરતાં તેણે પોતાનું વાહન ચોરાઇ ગયાનું કહેતાં વાંકાનેર પોલીસે કાર્યવાહી કરી હતી. પોતે ગઇકાલે ત્રંબા આવતાં બાબુને મળી ખોટી રીતે શું કામ ફસાવ્યો? તેમ કહેતાં માથાકુટ થઇ હતી. જેનો ખાર રાખી હુમલો કરાયો હતો. (૧૪.૫)

 

(9:39 am IST)